Home ગુજરાત આવું કેવું નડિયાદને જોડતા 3.6 કિમીના રિંગરોડ પર સ્ટ્રીટ લાઇટ જ નથી!

આવું કેવું નડિયાદને જોડતા 3.6 કિમીના રિંગરોડ પર સ્ટ્રીટ લાઇટ જ નથી!

45
0

નડિયાદ-ડાકોર રોડ પાસેથી ઉત્તરસંડા તરફને જોડતો રીંગ રોડ પસાર થાય છે. રાત્રીના સમયે રસ્તા પર સ્ટ્રીટ લાઈટ ન હોવાને કારણે વાહનચાલકોને પસાર થવામાં હાલાકી ભોગવવાની વારી આવી હતી. ઉપરાંત આખો રસ્તો જર્જરીત હોવાને કારણે અંધારામાં અકસ્માતની ભીતિ સેવાઇ હતી. 24 કલાક વાહનોની અવરજવર ધરાવતા નડિયાદ ડાકોર રોડથી પસાર થતો રીંગ રોડ ઉત્તરસંડા અને નડીયાદ ડિ-માર્ટ તરફના વિસ્તારોને જોડે છે. શોર્ટકટ રોડ હોવાને કારણે આ રોડ ઉપર પણ વાહનોની ભારે અવરજવર રહેતી હોય છે.

ઉપરાંત રોડની મધ્યમાં આવતી નહેરથી કોલેજ તરફ જવાતુ હોવાને કારણે યુવાનો મોટી સંખ્યામાં પસાર થતા હોય છે. રાત્રીના સમયે આ રોડ પરથી પસાર થવું લોકાના માથાના દુખાવા સમાન બન્યું હતું. 3.6 કિમીના રીંગ રોડ પર એક પણ સ્ટ્રીટ લાઈટ ન હોવાને કારણે રાતના સમયે પસાર થતા રાહદારીઓ, આસપાસના વિસ્તારના લોકો અને વાહનચાલકોને પરેશાની વેઠવાની વારી આવી હતી. ઉપરાંત રસ્તા પર આવેલા રહેણાંક વિસ્તારના લોકોને રસ્તા પર લાઈટ ન હોવાને રાતના સમય અંધારપટમાં પસાર થવાની સમસ્યા ઉભી થઇ હતી.

લોકોને આસપાસના વિસ્તારોમાં જવા માટે પણ બેટરીનો ઉપયોગ કરવો પડ્યો હતો. તથા આખા રોડ પર પડેલ ખાડાને લઇ અક્માત થવાની શક્યતાઓ ઉભી થઇ હતી. આસપાસના રહીશો અને પસાર થતા ચાલકો દ્વારા 3.6 કિમી લાંબા રીંગ રોડની મરામત કરાવવાની અને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાની માંગ કરી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનડિયાદની દિનશા પટેલ કોલેજમાં યોજાયેલા સેમીનારમાં ગુજરાતભરમાંથી 24 ઈન્સ્ટિટયુના 350થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ નર્સ ઉપસ્થિત રહી
Next articleગીર ગઢડામાં એક શખ્સે દીકરીને ભગાડી લઇ ગયો, અંતે આ વાત કહીને ઘરમાંથી કાઢી મુકી