(GNS),30
હાલ રાજ્યમાં ડબલ સીઝન ચાલી રહી છએ. હાલમાં ઋતુ પરિવહનનો સમય ચાલી રહ્યો છે. પરંતુ થોડા જ દિવસોમાં તમને વાતાવરણમાં અચાનક ઠંડી લાગવા લાગશે. રાજ્યમાં આગામી 15 દિવસ આવું જ મિશ્ર વાતાવરણ જોવા મળશે. પરંતુ શિયાળો મોડો આવશે. આવામાં ગુજરાતમાં શિયાળાના આગમનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં રાત્રે ખેલાડીઓએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. હાલમાં રાજ્યમાં બપોરના સમયે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેશે. આવતા સપ્તાહથી તમને ઠંડીનો અનુભવ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે. ગુજરાતમાં શિયાળાની ધીમી પગલે દસ્તક થઈ ગયી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચોમાસા બાદ ઠંડીની આગાહી આવી ગઈ છે. નવરાત્રિ બાદથી જ ગુજરાતમાં રાતે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે, હવેથી રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેશે. આવતા સપ્તાહથી ઠંડીનો વધુ અહેસાસ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થાય છે. તેમણે જણાવ્યું કે, અલ નિનોના કારણે આ વર્ષે શિયાળો મોડો આવશે.
22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. આ પછી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ કડાકાની ઠંડી પડશે. આ દિવસોમાં લધુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી જશે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 8 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જવાની શક્યતા છે. તો નલિયાનું તાપમાન 7 ડિગ્રી પણ રહી શકે છે. તેના બાદ ફેબ્રુઆરી અને માર્ચમાં ફુલગુલાબી ઠંડી રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેના કારણે ગુજરાતમાં ઠંડી શરુ થશે. પરંતું આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. 5 મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલા સવારે ઠંડીનો અનુભવ થશે પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહી. 26 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતા સવારે ઠંડક રહેશે. આ દિવસોમાં રોગિસ્ટ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમૃદ્રમાં વરસાદ વધુ થશે. આ શરદ પૂનમે ચંદ્રગ્રહણ છે, જો પૂનમે ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહેતો વાવાઝોડું રહેવાની શક્યતા રહે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.