રાજકોટ,
રાજકોટ-એસટી તંત્ર આગામી અઠવાડિયાથી રાજકોટ-મુંબઇ-વાયા-બોરીવલી સ્પે. અદ્યતન એસટી બસ દોડાવા જઇ રહ્યું છે અને તે પણ ખાનગી ટ્રાવેલ્સની સરખામણીમાં ઓછા ભાડા સાથે સ્પે. વેકેશન બસ શરૂ કરાઇ રહી છે. ડીસી શ્રી જેઠવાએ આજે ‘અકિલા’ સાથેની ટેલીફોનિક વાતચીતમાં ઉમેર્યું હતું કે આગામી અઠવાડિયાથી વેકેશન ધસારા સંદર્ભે રાજકોટ-મુંબઇ વચ્ચે બસ શરૂ કરાઇ રહી છે. જો ટ્રાફીક મલશે તો આ બસ કાયમી ચાલુ રખાશે.
અત્રે એ નોંધનીય છે કે, ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ રોજીંદા ર૮ લાખ કિ.મી. વડે રોજીંદા ર૩ લાખ જેટલા પ્રવાસીઓને રાજય તથા નજીકના પડોશી રાજય મહારાષ્ટ્ર, રાજસ્થાન, તથા મધ્યપ્રદેશમાં આંતરરાજય બસ સેવા પૂરી પાડે છે. લાંબા અંતરના રૂટમાં પ્રવાસીઓ આરામદાયક અને ઝડપી પ્રવાસ કરી શકે તે હેતુથી તેના ભાગરૂપે તાજેતરમાં રાજકોટ-જયપુર, અમદાવાદ-શ્રીનાથદ્વાર તથા ડિસા-મુંબઇ હાઇ એન્ડ એરકન્ડીશન બસ સેવાનો પ્રારંભ કરવામાં આવેલ. હાલમાં ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ સરળ અને ઝડપી આરામદાયક પ્રવાસ કરી શકે તે માટે તેમજ સાથો સાથ પ્રદુષણને લક્ષમાં લઇ કાર્બન ફુટ પ્રીન્ટનું પ્રમાણ ઘટાડો થવા પામે અને પર્યાવરણલક્ષી મુદાને લક્ષમાં લઇ ભારતમાં સૌથી પ્રથમ BS-IV પ્રકારની હાઇએન્ડ એરકન્ડીશન બસો દ્વારા પાડોશી મહારાષ્ટ્ર તથા રાજસ્થાન રાજયમાં ટૂંક સમયમાં નીચેના રૂટો ઉપર આંતરરાજય બસ સેવા પૂરી પાડવા જઇ રહેલ છે. રાજકોટ સહિત અન્ય ડીવીઝનો પુના-કોટા-જયપુર માટે બસો દોડાવા જઇ રહ્યા છે તે અંગેની રૂટ કયારે ઉપડશે-પહોંચે-ભાડુ અત્રે આપ્યું છે.
સાધનોએ ઉમેર્યું હતું કે, ઉકત સેવાઓનો પ્રારંભ ટુંક સમયમાં શરૂ થનાર છે. જેનો પ્રવાસી જનતા બહોળા પ્રમાણમાં લાભ લઇ શકે છે. તેમજ ભાવિષ્યમાં પ્રવાસીઓના પ્રતિભાવને લક્ષમાં લઇ લાંબા અંતરના વધુ રૂટો હાઇએન્ડ બસ સેવાના માધ્યમથી સુવિધા પૂરી પાડવા નિગમ પણ તૈયારી કરી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.