Home ગુજરાત આવકવેરા વિભાગ દ્વારા ભાવનગરમાં સર્ચ-ઓપરેશન

આવકવેરા વિભાગ દ્વારા ભાવનગરમાં સર્ચ-ઓપરેશન

13
0

દિલ્હી આવક વેરા વિભાગની આગેવાની હેઠળ અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના 500થી વધુ અધિકારીઓ કાર્યવાહીમાં જોડાયા

(જી.એન.એસ) તા. 19

ભાવનગર,

આવકવેરા વિભાગે દ્વારા ભાવનગર શહેરમાં એક મોટું સર્ચ-ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં દિલ્હી આવક વેરા વિભાગની આગેવાની હેઠળ અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના 500થી વધુ અધિકારીઓ પણ આ કાર્યવાહીમાં જોડાયા છે. જેમાં જાણીતા બિલ્ડરો, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ અને નામાંકિત જ્વેલર્સને ત્યાં રેડ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન પેઢીઓ પાસેથી અનેક ખુલાસાઓ થવાની શક્યતા વર્તાઈ રહી છે.

આ સર્ચ ઓપરેશન મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના ભાજપના વરિષ્ઠ નેતા અને જાણીતા બિલ્ડર ગિરીશ શાહના નિવાસસ્થાન અને વ્યાવસાયિક સ્થળો પર પણ તપાસ ચાલી રહી છે. તેમની બિલ્ડકોન પેઢી અને આતભાઈ ચોક નજીકના બંગલા પર ચેકિંગ કરવામાં આવ્યું છે. 18મી ફેબ્રુઆરીથી આવક વેરા વિભાગનું મેગા ઓપરેશન હાથ ધરીને પેઢીઓમાં ફફળાટ ફેલાવ્યો છે. ભાવનગર શહેરમાં ઘણા લાંબા સમય બાદ આવક વેરા વિભાગ દ્વારા 18મી ફેબ્રુઆરીએ વહેલી સવારથી એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આવક વેરા વિભાગ ની આ કાર્યવાહીથી ઘણી બધી પેઢીઓમાં ફફળાટ ફેલાયો છે.

આવકવેરા વિભાગે આ સમગ્ર કામગીરી ગુપ્ત રાહે અચાનક શરૂ કરતાં અન્ય મોટા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. શહેરમાં ગિરીશ શાહની બિલ્ડકોન પેઢી અને બંગલા પર તપાસ કરવામાં આવી હતી.

તેમ આવક વેરા વિભાગ દ્વારા સિદ્ધિવિનાયક બિલ્ડકોનના સંજય સોનાણીનું શિવાંજલી બિલ્ડિંગ, બિલ્ડર પરેશ વ્યાસ, જેડી ઇન્ફ્રાકોન, ઇસ્કોન મેગાસિટી, મહાબલ ફાઈનાન્સ સહિત અનેક સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. IT વિભાગે વિદેશી રોકાણની સંભાવનાઓને લઈને પણ તપાસ હાથ ધરી છે. ફંડ ક્યાંથી આવે છે ? ગ્રાહકો પાસેથી કેટલા રોકડા લેવામાં આવે છે ? કેટલા રોકડા ચૂકવવામાં આવે છે ? આ ઉપરાંત અનેક સોની વ્યાપારીઓ છે, પર્ફ્યૂમ કંપનીઓ અનેક બિલ્ડરોને ત્યાં હાલ ઓપરેશન ચાલુ છે. જોકે હજી આ ઓપરેશનની અંદર કોઈ પાસેથી કેટલી ગેરરીતિ ઝડપાઈ એ સામે આવ્યું નથી. IT દ્વારા કરાયેલ મોટા સર્ચ ઓપરેશનથી રાજ્યમાં બેનામી વ્યવહારો કરતી પેઢીઓ પર તવાઈ બોલાવી છે.

સાથેજ આવક વેરા વિભાગ દ્વારા ઉપરાંત ભાવનગરના ઓર્ચિડ બિલ્ડરની શિશુવિહારની ઓફિસ, કમલેશ શાહનો આંબાવાડીનો બંગલે, નજીર ક્લીવાલાના શિશુવિહારના બંગલે,

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field