(જી.એન.એસ) તા. 24
ગાંધીનગર,
શ્રી હનુમાન જન્મોત્સવના શુભ પ્રસંગે આર્ટ ઓફ લિવિંગ ગાંધીનગર દ્વારા શ્રી પંચેશ્વર મંદિર રાયસણ-રાંદેસણ ખાતે ભવ્ય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સિયારામ પરિવાર બાંડીબાર, વક્તા ડૉ. જિમિત સોની દ્વારા સંગીતમય શૈલીમાં સુંદરકાંડ પાઠ, તેમજ રામનામ સંકીર્તન કરી ભક્તિમય માહોલ સર્જ્યો હતો.
આર્ટ ઓફ લિવિંગ ગાંધીનગર સંસ્થા દ્વારા અવરનવર વિવિધ શિબિર/કાર્યક્રમો જેમ કે તણાવમુક્ત જીવન “હૅપ્પીનેસ પ્રોગ્રામ”, બાળકો માટે ‘શ્રી શ્રી સંસ્કાર કેન્દ્ર’, ‘ઈન્ટ્યુશન પ્રોસેસ’, ‘ઉત્કર્ષ યોગા’, ‘મેધા યોગા’, તેમજ વ્યસનમુક્તિ, તણાવમુક્તિ, હર ઘર ધ્યાન, હર ઘર સત્સંગ, ફૂડ ડિસ્ટ્રિબ્યુશન જેવા સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. પુજ્ય શ્રી શ્રી રવિશંકરજી સ્થાપિત આર્ટ ઓફ લિવિંગના આજે ૧૮૦+ દેશમાં કાર્યરત છે જે વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે લોકોને મદદ કરે છે. આ સાથે ડૉ. વિરલ ત્રિવેદીએ સંસ્થાના પાયારૂપ ‘સુદર્શનક્રિયા’ ધ્યાન, પ્રાણાયામ, અને યોગનું જીવનમાં મહત્વ સમઝાવ્યુ, જેની માહિતી આર્ટ ઓફ લિવિંગની વેબસાઈટ પરથી મેળવી શકાશે.
વધુમાં આર્ટ લિવિંગ સંસ્થા દ્વારા “EACH VOTE MATTERS” સ્લૉગન સાથે લોકોને મતદાન કરવાના હક અને ફરજ પ્રત્યે સજાગ થઈ ૧૦૦% મતદાન કરવાની અપીલ કરી પ્રતિજ્ઞા લીધી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.