Home ગુજરાત આરોગ્ય યોજનાના લીરેલીરા..! સરકારની રહેમ નજર કે પછી ખાનગી હોસ્પિટલોની મનમાની..?

આરોગ્ય યોજનાના લીરેલીરા..! સરકારની રહેમ નજર કે પછી ખાનગી હોસ્પિટલોની મનમાની..?

339
0

દર્દીઓ પાસે કાર્ડ હોવા છતાં મલ્ટી હોસ્પિટલોએ સેવા આપવાની ના પાડી હોવાની કોંગ્રેસ દ્વારા ફરિયાદ

(જી.એન.એસ.- કાર્તિક જાની)
ગુજરાત વિધાનસભાના સત્રના બીજા દિવસે થયેલ પ્રશ્નોત્તરીમાં માં અમૃતમ અને મા કાર્ડ યોજનાની ચર્ચા દર્શાવેલ હતી જેમાં જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડવાળાએ મા અમૃતમ અને મા કાર્ડ અંતર્ગત પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા જેમાં કેટલાક મલ્ટી હોસ્પિટલોએ મા કાર્ડ અને મા અમૃતમ કાર્ડની ધજીયા ઉડાવેલ જેમાં સરકારે કોંગ્રેસ દ્વારા મળેલ ફરિયાદ બાદ મલ્ટી હોસ્પિટલોને નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવેલ હતી.
હવે સવાલ એ છે કે મા કાર્ડ અને મા અમૃતમ કાર્ડ સમગ્ર ગુજરાતમાં મફત સારવાર મળી રહી છે ત્યારે આવા હોસ્પિટલોમાં મફત હોવા છતાં દર્દીઓ પાસેથી નાણાં પડાવી તેમને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કરી રહ્યા છે. આજે ગુજરાત રાજ્યમાં ઘણા એવા પરિવાર છે જેમની પાસે સારવાર માટે પૈસા નથી ત્યારે દર્દીઓ અને ગરીબ પરિવાર આ બે લાભ કાર્ડ દ્વારા સારવાર લઈ શકે…! પરંતુ શેલબિ હોસ્પિટલ(નરોડા), સ્ટર્લિંગ હોસ્પિટલ (અમદાવાદ), ન્યુરો-૧ હોસ્પિટલ, નારાયણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સ્વંયભુ હોસ્પિટલ, સેન્ટ્રલ યુનાઇટેડ હોસ્પિટલોએ દર્દીઓને આ બે કાર્ડ અંતર્ગત સેવા આપવાની ના પાડી દેવામાં આવી હતી. ત્યારે સરકારે આ હોસ્પિટલોને નોટિસ આપી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
વિધાનસભાના સત્ર દરમિયાન થયેલ ચર્ચામાં સરકારે જવાબ આપી જણાવ્યું કે અમે દર્દીઓના પૈસા પરત અપાયા છે. અને કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી. હવે સવાલ એ છે એ બે કાર્ડ અંતર્ગત થયેલ સારવારની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે છતાં કેમ આ મોટા મલ્ટી હોસ્પિટલો ગરીબ દર્દીઓ ને સારવાર આપવાથી ના પાડી દે છે…!? ત્યારે ગયા સત્ર દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે જો અકસ્માત થાય અને તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવે ત્યારે તેને પચાસ હજાર સુધીની સારવાર મફત રહશે. ત્યારે આ યોજનામાં કેટલીક હોસ્પિટલો હાથ અધ્ધર કરી સારવાર નથી આપતી. એટલે કહી શકાય કે ગુજરાત સરકારની યોજનાઓની ધજીયા આ મલ્ટી ખાનગી હોસ્પિટલો ઉડાવી રહી છે..! હવે પ્રશ્ન એ છે કે આવી મલ્ટી ખાનગી હોસ્પિટલ ઉપર રાજ્ય સરકાર ક્યારે કડક પગલા લેશે..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રદૂષણ બોર્ડમાં સભ્ય સચિવની નિમણૂંકમાં જ ભ્રષ્ટાચારના પ્રદૂષણની બૂ…?
Next articleમેયરે કમિશનર સામે બાંયો ચડાવી.. એક મહિનામાં તમામ કામોના ઉકેલ લાવશે..!!