Home ગુજરાત આરોગ્યમંત્રીની જાણ બહાર તેમના “હિટલિસ્ટ”વાળા ડોક્ટરને નિમણૂંક અપાતા વિવાદ…!

આરોગ્યમંત્રીની જાણ બહાર તેમના “હિટલિસ્ટ”વાળા ડોક્ટરને નિમણૂંક અપાતા વિવાદ…!

357
0

– ભ્રષ્ટાચારના કથિત આરોપિત ડોક્ટરને સરકારે ફરીથી ગાંધીનગર સીવીલના આરએમઓ બનાવતા વિવાદ
– નીતિન પટેલે આરોપિત ડોક્ટરની બદલી કરીને કહ્યું હતું કે હવે ગાંધીનગરને ભૂલી જજો….અને એ જ ડોકટર કોલર ઉંચા કરીને ગાંધીનગર પાછા આવ્યાં…
(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૪
ગુજરાતમાં કોરોના રોગચાળાના કેસો 5 હજારને પાર કરી ગયા છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામેની લડાઇની માહિતી એટલે કે કામગીરીની જાણકારી આરોગ્ય મંત્રી નિતિન પટેલને બદલે આરોગ્ય સચિવ જ્યંતિ રવિ દ્વારા આપવામાં આવી રહી છે. જાણે કે સરકારને નીતિન પટેલ પર વિશ્વાસ ન હોય કે પછી પટેલને મિડિયા બ્રિફિંગમમાં રસ ના હોય તેવું ચિત્ર ઉપસી રહ્યાંની વચ્ચે નીતિન પટેલે આરોગ્ય મંત્રી તરીકે જે સરકારી ડોક્ટરને ગાંધીનગરની બહાર મોકલીને, હવે ફરીને ગાંધીનગર આવતા નહીં…ગાંધીનગરને ભૂલી જજો…એમ કહ્યું તે ડોક્ટરને ગાંધીનગર સીવીસ હોસ્પિટલના આરએમઓ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે અને તેના કારણે વિવાદ એ છે કે આ ઓર્ડરની જાણ ખુદ આરોગ્યમંત્રી નીતિન પટેલને પણ નથી….!
આ અંગે સૂત્રોએ કહ્યું કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 3 મહિના પહેલાં ડોક્ટર રાજેન્દ્ર ચૌહાણ આરએમઓ તરીકે નિવૃત્ત થતાં જગ્યા ખાલી પડી હતી. જેમાં ડોક્ટર સુધાબેનને ખુરશી સોંપવામાં આવી હતી. પરંતુ હવે આ ત્રણ જ મહિનામાં તેમની પાસેથી ખુરશી ખેંચી લેવામાં આવી રહી છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે ડોક્ટર દેવાંગ શાહને ઓર્ડર આપવામાં આવ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલનું- ભ્રષ્ટાચારના કથિત આરોપિત ડોક્ટરને સરકારે ફરીથી ગાંધીનગર સીવીલના આરએમઓ બનાવતા વિવાદ
– નીતિન પટેલે આરોપિત ડોક્ટરની બદલી કરીને કહ્યું હતું કે હવે ગાંધીનગરને ભૂલી જજો….અને એ જ ડોકટર કોલર ઉંચા કરીને ગાંધીનગર પાછા આવ્યાં…
(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૪
ગુજરાતમાં કોરોના રોગચાળાના કેસો 5 હજારને પાર કરી ગયા છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામેની લડાઇની માહિતી એટલે કે કામગીરીની જાણકારી આરોગ્ય મંત્રી નિતિન પટેલને બદલે આરોગ્ય સચિવ જ્યંતિ રવિ દ્વારા આપવામાં આવી રહી છે. જાણે કે સરકારને નીતિન પટેલ પર વિશ્વાસ ન હોય કે પછી પટેલને મિડિયા બ્રિફિંગમમાં રસ ના હોય તેવું ચિત્ર ઉપસી રહ્યાંની વચ્ચે નીતિન પટેલે આરોગ્ય મંત્રી તરીકે જે સરકારી ડોક્ટરને ગાંધીનગરની બહાર મોકલીને, હવે ફરીને ગાંધીનગર આવતા નહીં…ગાંધીનગરને ભૂલી જજો…એમ કહ્યું તે ડોક્ટરને ગાંધીનગર સીવીસ હોસ્પિટલના આરએમઓ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે અને તેના કારણે વિવાદ એ છે કે આ ઓર્ડરની જાણ ખુદ આરોગ્યમંત્રી નીતિન પટેલને પણ નથી….!
આ અંગે સૂત્રોએ કહ્યું કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 3 મહિના પહેલાં ડોક્ટર રાજેન્દ્ર ચૌહાણ આરએમઓ તરીકે નિવૃત્ત થતાં જગ્યા ખાલી પડી હતી. જેમાં ડોક્ટર સુધાબેનને ખુરશી સોંપવામાં આવી હતી. પરંતુ હવે આ ત્રણ જ મહિનામાં તેમની પાસેથી ખુરશી ખેંચી લેવામાં આવી રહી છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે ડોક્ટર દેવાંગ શાહને ઓર્ડર આપવામાં આવ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલનું રાજકારણ ગરમાયું છે.
ડોક્ટર દેવાંગ શાહ સહિત અન્ય બે તબીબો દ્વારા વર્ષ 2001માં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. જેમાં શિક્ષા સ્વરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં બદલી કરી દેવામાં આવી હતી. જેની સાથે અન્ય બે તબીબની પણ સંડોવણી હતી તેમને પણ શિક્ષા કરવામાં આવી હતી ત્યારબાદ ખાતાકીય તપાસ ચાલી રહી હતી પરંતુ તે કેટલે પહોંચી છે હવે કહેવું મુશ્કેલ છે તે સમયે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, હવે કોઈ દિવસ ગાંધીનગરમાં નોકરી ભૂલી જવાની. ત્યારબાદ થોડાક સમય માટે આરોગ્ય પ્રધાન તરીકે શંકર ચૌધરી આવ્યાં હતાં અને તેમની પાસે સ્વતંત્ર હવાલો હતો તે સમયે ડોક્ટર શાહે ગાંધીનગરમાં પ્રવેશ કરી લીધો હતો.
ભૂતકાળમાં જ્યારે મારુતિ 800 ખરીદનારને તવંગર ગણવામાં આવતો હતો સામાન્ય વ્યક્તિ માટે તો મારુતિ 800 સ્વપ્ન જ પૂરતી હતી. તેવા સમયે ડોક્ટર સહિત અન્ય બે તબીબ એક જ દિવસે મારૂતિ એસ્ટીમ મોડેલની કાર ખરીદી હતી. આ મામલો પણ તે સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને તબીબોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. રાજકારણ ગરમાયું છે.
ડોક્ટર દેવાંગ શાહ સહિત અન્ય બે તબીબો દ્વારા વર્ષ 2001માં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. જેમાં શિક્ષા સ્વરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં બદલી કરી દેવામાં આવી હતી. જેની સાથે અન્ય બે તબીબની પણ સંડોવણી હતી તેમને પણ શિક્ષા કરવામાં આવી હતી ત્યારબાદ ખાતાકીય તપાસ ચાલી રહી હતી પરંતુ તે કેટલે પહોંચી છે હવે કહેવું મુશ્કેલ છે તે સમયે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, હવે કોઈ દિવસ ગાંધીનગરમાં નોકરી ભૂલી જવાની. ત્યારબાદ થોડાક સમય માટે આરોગ્ય પ્રધાન તરીકે શંકર ચૌધરી આવ્યાં હતાં અને તેમની પાસે સ્વતંત્ર હવાલો હતો તે સમયે ડોક્ટર શાહે ગાંધીનગરમાં પ્રવેશ કરી લીધો હતો.
ભૂતકાળમાં જ્યારે મારુતિ 800 ખરીદનારને તવંગર ગણવામાં આવતો હતો સામાન્ય વ્યક્તિ માટે તો મારુતિ 800 સ્વપ્ન જ પૂરતી હતી. તેવા સમયે ડોક્ટર સહિત અન્ય બે તબીબ એક જ દિવસે મારૂતિ એસ્ટીમ મોડેલની કાર ખરીદી હતી. આ મામલો પણ તે સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને તબીબોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

ગાંધીનગર સિવિલ વર્તમાન સુપ્રિટેન્ડેન્ટ નિયતિ લાખાણી ડોક્ટર દેવાંગ શાહ ક્લાસમેટ હોવાના કારણે તેમની પસંદગી કરવામાં આવી હોય તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ભૂતકાળમાં પણ જ્યારે સિવિલ હોસ્પિટલમાં આરએમઓની જગ્યા ખાલી પડી હતી, તે સમયે ડોક્ટર લાખાણી દ્વારા તેમને સપોર્ટ કરવામાં આવ્યો હતો, તેમની ઉપર પસંદગીનો કળશ ઢોળતાં હતાં. પરંતુ રાજ્યના વર્તમાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અને દંડ કર્યો હોવાની વાતને લઈને સુપ્રિટેન્ડેન્ટના પગ ઢીલાં પડી ગયાં હતાં

વર્તમાન આર.એમ.ઓ ડોક્ટર સુધાબેન હવે મેદાનમાં આવી ગયાં છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સુધાબેન પણ કહી રહ્યાં છે કે, જો મને આર.એમ.ઓ તરીકે કામગીરી સોંપવી ન હતી, તો 3 મહિનાં પહેલાં કેમ બેસાડવામાં આવ્યાં જેને લઇને તેમના દ્વારા પણ આરોગ્ય કમિશનર કચેરીમાં રજૂઆત કરવામાં આવી હોય તેવું જાણવા મળી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરમાં કોરોનાને હરાવવા રાજીવ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ 17 મુદ્દાનો એકશન પ્લાન તૈયાર
Next articleબધા નિયમોનું પાલન જનતાએ કરવાનું, ભાજપના નેતાઓ સરકારી જમાઇ…!?