Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા દિલ્હી એઈમ્સ ખાતે દાખલ કરવામાં...

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા દિલ્હી એઈમ્સ ખાતે દાખલ કરવામાં આવ્યા

23
0

(જી.એન.એસ) તા. 24

નવી દિલ્હી,

મોડી રાત્રે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી હતી જે બાદ તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં લાલુ યાદવ (Lalu Yadav) દિલ્હી AIIMS માં ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. લાલુ અને તેમના પરિવારના સભ્યો હોસ્પિટલમાં હાજર છે. મળતી માહિતી મુજબ લાલુ સોમવારે જ પટનાથી દિલ્હી આવ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે લાલુ પ્રસાદ યાદવનું બીપી લેવલ વધી ગયું છે. હાલમાં દિલ્હી AIIMS ના વરિષ્ઠ ડૉક્ટર રાકેશ યાદવે કહ્યું છે કે લાલુ પ્રસાદ યાદવની હાલત સ્થિર છે અને તેઓ ઠીક છે.

અગાઉ  લાલુ યાદવનું વર્ષ 2022 માં મોટું ઓપરેશન થયું હતું અને તેમની કિડની સિંગાપોરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. લાલુ યાદવ (Lalu Yadav) લાંબા સમયથી અનેક બીમારીઓથી પીડિત છે. તેઓ લાંબા સમયથી ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી પીડિત હતા. વર્ષ 2022 માં લાલુ યાદવ (Lalu Yadav)ને સિંગાપોરના ડોક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. જે બાદ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી અને ત્યારથી તેમની તબિયતમાં સુધારો થયો હતો. સ્વસ્થ થયા બાદ લાલુ ફરી રાજકારણમાં સક્રિય થયા અને ચૂંટણી દરમિયાન મંચ પરથી ભાષણ પણ આપ્યું. લાલુ યાદવ (Lalu Yadav)ને ઘાસચારા કૌભાંડ કેસમાં સજા સંભળાવવામાં આવી હતી, ત્યારબાદ તેમને રાંચીની રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલુ હતી. જે બાદ તેમની તબિયત બગડતાં તેમને એરલિફ્ટ કરીને દિલ્હી એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ
Next articleજામનગરમાં બે બાળકનું ચાંદીપુરા વાઇરસથી મોત; 4 બાળ દર્દીઓ સારવાર હેઠળ