Home દેશ - NATIONAL આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં વિજયાદશમી પર રેલીને સંબોધિત કરી

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં વિજયાદશમી પર રેલીને સંબોધિત કરી

39
0

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે વિજયાદશમી પર રેલીમાં કહ્યું કે, શક્તિ દરેક વાતનો આધાર છે. શક્તિ શાંતિ અને શુભનો પણ આધાર છે. શુભ કામને કરવા માટે પણ શક્તિની જરુર હોય છે. વિજયાદશમી પર આજે આરએસએસે નાગપુર રેશન બાગમાં રેલીનું આયોજન કર્યું છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત વિજયાદશમી પર રેલીને સંબોધન કરી રહ્યા છે. મોહન ભાગવતે કહ્યુ કે, માતૃશક્તિની ઉપેક્ષા સંભવ નથી. મહિલાઓને આપણે જગત જનની માનીએ છીએ. પણ તેમને પૂજા ઘર અથવા ઘરોમાં બંધ કરી દીધી છે. વિદેશી હુમલાના કારણે એક માન્યતા મળી હતી.

પણ વિદેશી હુમલા ખતમ થયા બાદ તેમને પણ પ્રતિબંધોમાંથી આઝાદી નથી મળી. જે કામ પુરુષ કરી શકે છે, તેનાથી વધારે કામ મહિલાઓ કરી શકે છે. માતૃ શક્તિના જાગરણના કામ પરિવારમાંથી કરીને સમાજમાં લઈ જવાના છે. નાગપુરમાં મોહન ભાગવતે કહ્યું કે, મંદિર, પાણી અને શ્મશાન જમીન બધા માટે એક સમાન હોવી જોઈએ. આપણે નાની નાની વાતો પર લડવું જોઈએ નહીં. કોઈ ઘોડી પર બેસી શકે છે અને બીજા ન બેસી શકે, આવી વાતોને હવે સમાજમાં કોઈ સ્થાન નથી, અને હોવું પણ ન જોઈએ. અમે એ જ દિશામાં કામ કરી રહ્યા છીએ. મોહન ભાગવતે કહ્યું કે, જનસંખ્યા નિયંત્રણની સાથે સાથે પાંથિક આધાર પર જનસંખ્યા સંતુલન પણ મહત્વનો વિષય છે, જેને નજરઅંદાજ કરી શકાય નહીં.

જ્યારે જ્યારે કોઈ દેશમાં જનસંખ્યાનું અસંતુલન ઊભું થાય છે, ત્યારે ત્યારે દેશની ભૌગોલિક સરહદ પર પરિવર્તન આવે છે. જન્મદરમાં અસમાનતાની સાથે સાથે લોભ, લાલચ, જબરદસ્તીથી ચાલતા મતાંતરણ તથા દેશમાં થયેલી ઘુસણખોરીનું મોટુ કારણ બન્યું છે. મોહન ભાગવતે કહ્યું કે, દુનિયામાં ભારતની વાત સાંભળવામાં આવી રહી છે. આપણો વજન વધ્યો છે. શ્રીલંકા સંકટમાં આપણે બહું મદદ કરી. યુક્રેન પર થઈ રહેલા રશિયા અને અમેરિકાની વચ્ચે જંગમાં આપણી મોટી ભૂમિકા બની શકે છે. તેનાથી આપણને ગર્વ થાય છે.

રમતમાં પણ નીતિમાં સારો એવો સુધારો થયો છે. આપણા ખેલાડીઓ ઓલંપિક અને પૈરાલંપિકમાં મેડલ જીત રહ્યા છે. કોરોના બાદ દેશની અર્થવ્યવસ્થામાં સુધારો આવ્યો છે. મોહન ભાગવતે કહ્યું કે, નીતિઓમાં સ્પષ્ટતા હોવી જોઈએ. પરિસ્થિતિઓના હિસાબે લચીલાપણું જરુરી છે. તેની સાથે જ મર્યાદાનું પણ પાલન કરવાનું રહેશે. સાથે જ લોકોનો વિશ્વાસ પણ જાળવી રાખવાનો છે. મોહન ભાગવતે કહ્યુ કે, આપણે 2 અડચણોથી સાવધાન રહેવું જોઈએ. પહેલી અડચણ તો આપણે ખુદ છીએ, સમય સાથે જ્ઞાન અને સમજમાં ફેરફાર થવો જોઈએ. નિત્ય નૂતન સાથે ચિર પુરાતન અથવા સનાતનનો સાથ જરુરી છે.

અન્યથા જીવન કપાયેલો પતંગ થઈ જશે. પણ નવીનતા ભટકાવી ન દે, તેના માટે સનાતન સંસ્કૃતિના મૂલ્યો પર કાયમ રહેવું જરુરી છે. બીજી અડચણ બહારથી આવે છે, જે ભારતની પ્રગતિને થવા દેતા નથી. જેના સ્વાર્થનું નુકસાન થાય છે. તેઓ અડંગાઓ નાખે છે. તેમની શક્તિઓ ખોટા વિમર્શ ઊભા કરે છે. તે આપણા દેશમાં કલેશ, અરાજકતા, આતંકવાદને વધારે છે.

દેશમાં નિયમ કાયદાનું સન્માન ન રહે, અનુશાસન ન રહે એવા કામો વધે છે. આવા લોકો ક્યારેક ક્યારેક ઘુસણખોરી માટે ધરોબો વધારે છે. મોહન ભાગવતે કહ્યું કે, માતૃભાષાને વધતી રોકવા માટે મિથક ફેલાવામાં આવે છે કે કરિયર માટે અંગ્રેજી જરુરી છે. જ્યારે આ એકદમ ખોટું છે. નવી શિક્ષણ નીતિની વાત થઈ રહી છે. પણ આપણે આપણા બાળકોને શું માતૃભાષામાં ભણવા માટે મોકલીએ છીએ, જો આવું નથી કર્યું તો, માતૃભાષા કેવી રીતે સશક્ત થશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field