Home દુનિયા - WORLD આયોવામાં જીવલેણ બર્ડ ફ્લૂના નવા કેસ નોંધાયા

આયોવામાં જીવલેણ બર્ડ ફ્લૂના નવા કેસ નોંધાયા

32
0

(GNS),25

આયોવામાં બે વેપારી ટર્કી ફાર્મ ફરીથી બર્ડ ફ્લૂથી પ્રભાવિત થયા છે, આ રોગને ફેલાતો અટકાવવા માટે લગભગ 1,00,000 પક્ષીઓણો નાશ કરવામાં આવ્યો છે. આયોવા ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરે સાઉથ ડાકોટામાં ટર્કી ફાર્મ અને ઉટાહના એક ફાર્મમાં અઠવાડિયાની અંદર ચેપગ્રસ્ત વાણિજ્યિક પોલ્ટ્રી ફાર્મને જાણ કરી, જે એપ્રિલ બાદ યુ.એસ.માં નોંધાયેલ રોગચાળાને ચિહ્નિત કરે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના જણાવ્યા મૂજબ ઓક્ટોબરમાં દક્ષિણ ડાકોટા, ઉટાહ અને મિનેસોટામાં 12 વાણિજ્યિક પોલ્ટ્રી ફાર્મ પ્રભાવિત થયા છે, જેમાં કુલ 500,000 થી વધારે બર્ડ છે..

યુએસડીએના ડેટા અનુસાર, ગયા વર્ષે બર્ડ ફ્લૂને કારણે 47 રાજ્યોમાં અમેરિકન મરઘાં ઉત્પાદકોને લગભગ 59 મિલિયન પક્ષીઓનું નુકસાન થયું હતું. આ પક્ષીઓમાં ઇંડા આપતી મરઘીઓ અને માંસ માટે ઉછેરવામાં આવેલી મરઘીઓનો સમાવેશ થાય છે. જે તે દેશનો અત્યાર સુધીનો સૌથી ભયંકર પ્રકોપ બની ગયો હતો. રોગને કારણે ગ્રાહકો માટે ઇંડા અને ટર્કીના ભાવમાં વધારો થયો અને સરકારને $660 મિલિયનથી વધુનો ખર્ચ થયો છે. ગયા વર્ષે આયોવા સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય હતું, જેમાં લગભગ 16 મિલિયન પક્ષીઓ માર્યા ગયા હતા, પરંતુ માર્ચથી રાજ્યમાં કોઈ કેસ નોંધાયા નથી..

આયોવા ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરે શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે, બ્યુના વિસ્ટા કાઉન્ટીમાં લગભગ 50,000 પક્ષીઓ સાથેની વ્યાપારી ટર્કી સુવિધા પ્રભાવિત થઈ હતી. પડોશી પોકાહોન્ટાસ કાઉન્ટીમાં લગભગ 47,500 ટર્કી ધરાવતી અન્ય સુવિધા સોમવારે પુષ્ટિ મળી હતી. ગુથરી કાઉન્ટીમાં, લગભગ 50 બેકયાર્ડ પક્ષીઓને ચેપ લાગ્યો હતો. સરકાર અને નેશનલ પોલ્ટ્રી એસોસિએશને જણાવ્યું હતું કે, આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાએ એવિયન ઈન્ફલ્યુએન્ઝાના બે અલગ-અલગ જાતોના ડઝનેક પ્રકોપને રોકવાના પ્રયાસમાં લગભગ 7.5 મિલિયન મરઘીઓને મારી હતી. કંબોડિયામાં આ વર્ષે બર્ડ ફ્લૂના કારણે ત્રણ લોકોના મોત થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેનેડાના ઓન્ટારિયો શહેરમાં ગોળીબારની ઘટના, 3 બાળક સહિત 5 ના મોત
Next articleપાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ બંધ થવાના આરે, 10 દિવસમાં 300 ફ્લાઇટ્સ રદ કરી