(GNS),20
લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતા બાદ આમિર ખાને એક્ટિંગમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો. આમિરે દોઢ વર્ષ દરમિયાન આગામી પ્રોજેક્ટ્સનું આયોજન વિચાર્યું હતું અને ફરી એક્ટિવ થતાની સાથે જ પાંચ ફિલ્મો પ્રોડ્યુસ કરવા કમર કસી છે. આગામી 12 મહિનામાં પાંચ ફિલ્મોનું પ્રોડક્શન કરવાની આમિરની ઈચ્છા છે. આમિર ખાન પ્રોડક્શનની એક ફિલ્મમાં ફાતિમા સના શેખને મહત્ત્વના રોલ માટે પસંદ કરવામાં આવી છે. આમિર ખાને પોતાના કમબેક માટે સિતારેં જમીન પર ફિલ્મની પસંદગી કરી છે. આ ઉપરાંત સ્પેનિશ સ્પોર્ટ્સ ડ્રામાની રીમેકને 2024 ક્રિસમસમાં રિલીઝ કરવાનું આયોજન છે. એક્ટર તરીકે આ બંને ફિલ્મો ઉપરાંત આમિર ખાને પ્રોડ્યુસર તરીકે પાંચ ફિલ્મો વિચારી છે. આ પૈકીની એક ફિલ્મ માટે આમિર ખાને દંગલ ગર્લ ફાતિમા સના શેખની પસંદગી કરી છે.
રિપોર્ટ્સ મુજબ, આમિર ખાનની આ ફિલ્મ કોમેડી જોનરની હશે. તેના ડાયરેક્શનની જવાબદારી અદ્વૈત ચંદનને અપાઈ છે. અદ્વૈતે અગાઉ આમિરની ફિલ્મ સીક્રેટ સુપરસ્ટાર અને લાલસિંહ ચઢ્ઢાનું ડાયરેક્શન કર્યું હતું. સ્ક્રિપ્ટ ફાઈનલ સ્ટેજમાં છે અને શૂટિંગ શરૂ થવામા હજુ પાંચેક મહિનાની વાર છે. આમિર ખાને અગાઉ મલયાલમ ફિલ્મ જયા જયા જયા જયા હૈની હિન્દી રીમેક માટે ફાતિમા સના શેખને ફાઈનલ કરી હતી. આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહીં. ફાતિમા સના શેખ હાલ વેબ સિરીઝનું શૂટિંગ કરી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ધક ધક ફ્લોપ રહી છે. ડિસેમ્બર મહિનામાં વિકી કૌશલ સાથેની ફિલ્મ સામ બહાદુર રિલીઝ થઈ રહી છે. ત્યાર બાદ માર્ચ 2024માં અનુરાગ બાસુ સાથેની ફિલ્મ મેટ્રો ઈન દિનો આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.