Home દેશ - NATIONAL આપની સરકારની વર્ષગાઠે મહેમાનોને ૧૨ હજારની થાળી પિરસવામાં આવી, બીજેપીએ ઉઠાવ્યા સવાલ

આપની સરકારની વર્ષગાઠે મહેમાનોને ૧૨ હજારની થાળી પિરસવામાં આવી, બીજેપીએ ઉઠાવ્યા સવાલ

381
0

જી.એન.એસ), તા.૮
સામાન્ય માણસની વાત કરનાર આમ આદમી પાર્ટીના ફંક્શનમાં હજારો રૂ.ની થાળી પીરસવાના મામલે ભારતીય જનતા પાર્ટીએ કડક વલણ અપનાવ્યું છે. આ મામલો કેજરીવાલ સરકારની પહેલી વર્ષગાંઠ પર દેવાયેલી પાર્ટીનો છે. મળતી માહિતી પ્રમાણે આ પાર્ટીમાં દરેક મહેમાનને પીરસવામાં આવેલી થાળીની કિંમત 12 હજાર રૂ.થી વધારે હતી. શુંગલું કમિટીએ આ પ્રકારના પૈસાના વેડફાટ પર સવાલ કર્યા છે.
જે પાર્ટીના કારણે વિવાદ ઉભો થયો છે એ પાર્ટીનું આયોજન કેજરીવાલના ઘરે 12 ફેબ્રુઆરી, 2016ના દિવસે કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં પક્ષના વિધાનસભ્યો, પ્રધાનો તેમજ સમર્થકો શામેલ થયા છે. આ પાર્ટીનું બિલ સામે આવ્યું છે. આ પાર્ટીમાં પીરસવામાં આવેલી 30 થાળીઓનું બિલ સામે આવ્યું છે જેમાં પ્રતિ થાળી દીઠ 12,020 રૂ.ના હિસાબે 3,60,600 રૂ. ચાર્જ કરવામાં આવ્યા છે. સર્વિસ ચાર્જ સહિત આ બિલ કુલ 4 લાખ રૂ.નું છે.
એમસીડીની ચૂંટણીની પહેલાં બીજેપીએ આ મુદ્દાને ચગાવવાનો પ્રયાસ કર્યો છે. પાર્ટીના પ્રદેશાધ્યક્ષ મનોજ તિવારીએ આ મસમોટા બિલ પર આશ્ચર્ય જાહેર કર્યું છે. તેણે જણાવ્યું છે કે ‘મેં જ્યારે આ વાત સાંભળી ત્યારે મને બહુ આશ્ચર્ય થયું હતું. મને પહેલાં તો વિશ્વાસ જ નહોતો થયો. મને લાગ્યું હતું કે પ્રતિ પ્લેટ 1200 રૂ. ચાર્જ હશે પણ કરદાતાઓના 12,000 રૂ. પ્રતિ પ્લેટ વાપરવાનો નિર્ણય વધારે પડતો છે.’
ચર્ચા પ્રમાણે આટલી મોંઘી થાળી તો વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિ દ્વારા દેવામાં આવતી પાર્ટીમાં પણ પીરસવામાં નથી આવતી. હવે જ્યારે દિલ્હીમાં એમસીડી ચૂંટણી માથા પર છે ત્યારે આ મામલે આમ આદમી પાર્ટી માટે સમસ્યાનું કારણ બની શકે છે. જોકે આમ આદમી પાર્ટીએ આ આરોપને પાયા વગરના ગણાવ્યા છે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ બિલ જાહેર કરનાર વેન્ડર સામે તપાસના આદેશ આપ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાની સિનિયર ક્રિકેટર યુનિસ ખાન નિવૃતિ જાહેર કરી
Next articleયૂએસના હૂમલાથી રશિયા લાલઘૂમ, રશિયા સીરિયાની પડખે