રાજધાની દિલ્હીમાં હાલ જાેરદાર રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. નવી આબકારી નીતિથી શરૂ થયેલી રાજનીતિ હવે વધુ તેજ થઈ છે. આમ આદમી પાર્ટીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. આપના ધારાસભ્ય દિલીપ પાંડેએ કહ્યું કે તેમની પાર્ટીના ૪૦ ધારાસભ્યોને ખરીદવાની કોશિશ થઈ રહી છે. ધારાસભ્યોને ૨૦ કરોડની ઓફર અપાઈ છે. બીજી બાજુ સૂત્રોના જણાવ્યાં મુજબ આમ આદમી પાર્ટીના અનેક ધારાસભ્યો સાથે પાર્ટીનો સંપર્ક થઈ શક્યો નથી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની આજે મહત્વની બેઠક થઈ રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને આ બેઠક યોજાઈ છે. બેઠકમાં ૫૨ ધારાસભ્યો પહોંચ્યા છે. પાર્ટીના ૮ ધારાસભ્યો બેઠકમાં પહોંચ્યા નથી. જેમાં ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા હિમાચલ ગયા છે. સત્યેન્દ્ર જૈન જેલમાં છે. સ્પીકર રામ નિવાસ ગોયલ ફોરેન વિઝિટ પર છે. વિનય કુમાર અને શિવચરણ ગોયલ રાજસ્થાનમાં છે. ગુલાબ સિંહ અને મુકેશ અહલાવત ગુજરાતમાં છે. જ્યારે દિનેશ મોહનિયા દિલ્હીથી બહાર ગયા છે. ધારાસભ્યોની બેઠક પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિલીપ પાંડેએ કહ્યું કે વિધાયકો સાથે સંપર્ક થઈ રહ્યો છે. તમામને બેઠકનો મેસેજ આપવામાં આવ્યો છે. જે ધારાસભ્યો સાથે સંપર્ક નથી થઈ શક્યો તેમનો પણ સંપર્ક કરવામાં આવશે. તેમણે ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે તમામ ધારાસભ્ય બેઠકમાં હાજર રહેશે. ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ ૪૦ ધારાસભ્યોને તોડવાની તૈયારી કરી રહ્યો છે. બીજી બાજુ આપના ધારાસભ્ય આતિશી માર્લેનાએ કહ્યું કે ભાજપ અનેક દિવસથી કોશિશ કરી રહી છે કે દિલ્હી સરકારને પાડવામાં આવે. પહેલા પણ આપને તોડવાની અને સરકાર પાડવાની કોશિશ થઈ છે. અનેક ધારાસભ્યોએ કહ્યું કે તેમને ૨૦-૨૦ કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી. તેમણે કહ્યું કે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપના તમામ ધારાસભ્યો પાર્ટી સાથે છે અને પાર્ટી સાથે રહેશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.