(GNS),25
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્લીના દ્વારકા સેક્ટર 10માં યોજાઈ રહેલી રામલીલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને રાવણનું દહન કર્યું હતું. રાવણ દહન પહેલા વિજયાદશમીની ઉજવણીને લઈને કરાયેલા સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આજના વિજયાદશમીના દિવસે ભૂમિની રક્ષા માટે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે. આ ક્રોધ પર ધીરજની જીતનો તહેવાર છે. આપણે રામની મર્યાદા પણ જાણીએ છીએ અને આપણી સરહદોની રક્ષા કેવી રીતે કરવી તે પણ જાણીએ છીએ. આપણે શક્તિ પૂજાનો સંકલ્પ પણ જાણીએ છીએ. વિજયાદશમી પણ આ વિચારનું જ પ્રતીક છે. આપણે રામના વિચારોનું ભારત બનાવવાનું છે..
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, આગામી રામનવમીએ, અયોધ્યા સ્થિત રામલલ્લાના મંદિરમાં ગુંજતો નાદ વિશ્વને ખુશ કરી દેશે. આજે આપણે ભગવાન રામનું સૌથી ભવ્ય મંદિર બનતું જોઈ રહ્યા છીએ. ભગવાન રામના જન્મસ્થળ પર બની રહેલું મંદિર, સદીઓથી રાહ જોયા પછી ભારતીયોની જીતનું પ્રતિક છે. ભગવાન રામને રામ મંદિરમાં બિરાજમાન કરવા આડે હવે માત્ર થોડાક જ મહિના બાકી રહ્યાં છે. આપણે ગીતાનું જ્ઞાન અને INS વિક્રાંત અને તેજસનું નિર્માણ કરવાનું પણ જાણીએ છીએ. આપણે ભગવાન રામની મર્યાદા પણ જાણીએ છીએ અને આપણી સરહદોની રક્ષા કેવી રીતે કરવી તે પણ જાણીએ છીએ. આપણે શક્તિ પૂજાનો સંકલ્પ પણ જાણીએ છીએ અને કોરોનામાં સર્વ સંતુ નિરામયના મંત્રને પણ જાણી ચૂક્યા છીએ..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં એમ પણ કહ્યું કે, આપણે ગત થોડાક સપ્તાહ પૂર્વે જ નવા સંસદ ભવનમાં પ્રવેશ્યા હતા. નારી શક્તિ વંદન કાયદો પણ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં ભારત આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને સૌથી વિશ્વસનીય લોકશાહી તરીકે ઉભરી રહ્યું છે. આ ખુશીની ક્ષણો વચ્ચે ભગવાન રામ પણ, હવે થોડાક જ દિવસોમાં અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થવાના છે..
નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં વિવિધ ક્ષેત્રે ભારત હાંસલ કરી રહેલા વિકાસની હરણફાળને લઈને એમ પણ કહ્યું કે, ભારતના ભાગ્યોદય થવાનો છે, પરંતુ આપણે આ સમયે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. આપણે ધ્યાનમાં રાખવું પડશે કે, આજે રાવણનું દહન એ માત્ર પૂતળાનું દહન ના થવું જોઈએ, પરંતુ જાતિવાદ અને પ્રાંતવાદના નામે ભારત માતાને વિભાજિત કરતી શક્તિઓનું પણ દહન થવું જોઈએ. એવા વિચારોને રાવણદહનની માફક બાળી નાખવા જોઈએ, જેમાં સ્વાર્થની પૂર્તિ માટે ભારતના હિતમાં ના હોય.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.