Home ગુજરાત આનંદીબહેનની ચૂંટણી નહિં લડવાની જાહેરાતથી ભાજપમાં હડકંપ

આનંદીબહેનની ચૂંટણી નહિં લડવાની જાહેરાતથી ભાજપમાં હડકંપ

446
0

(જી.એન.એસ.) ગાંધીનગર તા.9
રાષ્ટ્રીય અધ્યક્ષ મા. અમિત શાહ સાદર નમસ્તે, મારે ચૂંટણી લડવી નથી
મને ક્યારેય પક્ષે કંઇ કહ્યું નથી,, પક્ષની ૭પ વર્ષની પોલીસીને કારણે ચુંટણી નથી લડવી, ઘાટલોડીયા બેઠક પરથી કોઇ સ્થાનિકને ટીકીટ આપવા અપીલ કરી, યુવા નેતૃત્વને આગળ કરવા ભાર મુકયો
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ફેસબુક પર રાજીનામું આપી બધાને ચોંકાવી દીધા હતા, ત્યારે તાજેતરમાં જ આનંદીબેન પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર લખી પોતે ચૂંટણી લડવા ન માગતા હોવાનું જણાવ્યું હતું. પત્રમાં આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, હવે 75 થયા છે. મને ક્યારેય ભાજપ પક્ષે કંઇ કહ્યું નથી, પરંતુ હવે મારે ચૂંટણી લડવી નથી.
હું છેલ્લા 31 વર્ષથી પાર્ટીમાં કામ કરી રહી છું. પાર્ટીએ મને મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષથી શરૂ કરી રાજ્યસભા સાંસદ અને ત્યારબાદ ચારવાર વિધાનસભા માટે મને તક આપી. માંડલ વિધાનસભા વિસ્તાર તદ્દન નવો વિસ્તાર હતો. કાર્યકર્તાઓએ મને સ્વીકારી જીતાડી અને પ્રજાની સેવા કરવાની તક મળી. ત્યારબાદ પાટણ વિધાનસભામાં 10 વર્ષ (2 ટર્મ) સુધી કાર્યકર્તાઓના સાથ અને સહકારથી પાટણનો વિકાસ કરવાનો મોકો મળ્યો. આ તમામ ગ્રામ્ય વિસ્તારો હતા. જ્યાં મારું કોઇ નેટવર્ક કે સગાઓ પણ ન હતા. પરંતુ મજબુત સંગઠન અને કાર્યકર્તાઓના ભરોસે, મહેનતે પાર્ટીને જીત મળી.
છેલ્લે ઘાટલોડીયા મતવિસ્તાર કે જે શહેરી ક્ષેત્ર હતો. કાર્યકર્તાઓની સેના હતી. પાર્ટીનો મજબુત જનાધાર હતો. તેથી મારે કોઇ વધારે મહેનત ન કરવી પડી. આમ, જુદા-જુદા ત્રણ વિસ્તારોમાં પાર્ટીએ મને ટિકિટ આપી અને ચારવાર જીતાડી પણ ખરી. જેને કારણે ગુજરાતની પ્રજાની સેવા કરવાની તક મળી. મારાથી જેટલું શક્ય બન્યું તેટલું કામ કર્યું.
પાર્ટીએ ગુજરાતમાંથી પ્રથમવાર એક મહિલાને મુખ્યમંત્રી બનવાની તક આપી. સવા બે વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે કામ કરતાં ઘણું શીખવાનું મળ્યું છે. પાર્ટી અને કાર્યકર્તાઓએ મને ખૂબ પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું છે. ગુજરાતની પ્રજાએ મને અસીમ પ્રેમ આપ્યો છે. પ્રજાનો આ પ્રેમ હું કદી ભુલી શકીશ નહીં.
હું પાર્ટીમાં જોડાઇ ત્યારથી શ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ સંગઠનકર્તા તરીકે સંગઠનની કામગીરીમાં મને માર્ગદર્શન મળતું રહ્યું. તેમજ વર્ષ 2002થી 2014 સુધી તેઓશ્રીના મુખ્યમંત્રીકાળ દરમિયાન તેઓની સાથે કામ કરી હું સતત શીખી છું. અતિ મહત્વના શિક્ષણ, મહેસૂલ, માર્ગ અને મકાન, શહેરી વિકાસ, મહિલા બાળ વિકાસ જેવા વિભાગોમાં તેઓની પ્રજાલક્ષી દ્રષ્ટિને કારણે મને વહીવટીમાં સરળીકરણ અને સુધારાઓ કરવાની તેમજ નવી નવી યોજનાઓના અમલીકરણની વિપુલ તકો પ્રાપ્ત થઇ. શ્રી નરેન્દ્રભાઇના વડાપ્રધાન બન્યા પછી પણ દેશને તેમણે ચીંધેલી દિશા મુજબ ગુજરાતમાં પણ અગ્રેસર રહી ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં અમે સફળ રહ્યાં.
અગાઉ મેં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારે 75 વર્ષ પછી પદ કે હોદ્દા પર ન રહેવાની ભાજપની નિતિનો ઉલ્લેખ કર્યો હતો. આજે હું પાર્ટીની એ જ નિતિના આધારે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી હું લડવા માંગતી નથી. તે ધ્યાને મુકવાની રજા લઉં છું. ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારના જ કોઇ સ્થાનિક સક્રિય કાર્યકર્તાને તક આપવા વિનંતી છે. અનેક વર્ષોથી પાર્ટીનું કામ કરતાં કાર્યકર્તાઓને પણ કોર્પોરેશન, પંચાયતોમાં ચૂંટાવાની, MLA કે MP થવાની ઇચ્છા હોય તે સ્વભાવિક છે. આગામી ચૂંટણીમાં મને જે જવાબદારી સોંપવામાં આવશે. તે હું પૂરા ખંતથી નિભાવીશ. હું જીવીશ ત્યાં સુધી પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતી રહીશ. સૌનો આભાર.
રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન બાદ ઉભી થયેલી રાજકીય અસમંજસની સ્થિતિમાં આનંદી બહેન પટેલ ભાજપ માટે તારણહાર બને તેમ માનવામાં આવી રહ્યું હતું. જો કે આનંદી બહેન પટેલે આજે ભાજપના અધ્યક્ષ અમિત શાહ ને પત્ર લખીને ચુંટણી નહીં લડવાની સ્પષ્ટતા કરી હતી. જેના પગલે તેમની ચુંટણી લડવાની શક્યતાઓ પર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે.
જે રીતે કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પાટીદાર નેતાઓના નામ સામે આવી રહ્યાં છે. તેવા સમયે ભાજપ માટે હાલના સંજોગોમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદી બહેન પટેલ સિવાય કોઈ વિકલ્પ હાથવગો નથી. તેમજ હાલમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને આનંદી બહેન પટેલ વચ્ચે થયેલી ગુપ્ત મીટીંગ બાદ ચુંટણી લડવાની અટકળો તેજ બની હતી.
આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચે વિવાદ હોવાની બાબતે ઘણીવાર જોર પકડ્યું છે. જો કે તેમ છતાં હાલ છેલ્લા ઘણા સમયથી ભાજપના દરેક કાર્યક્રમમાં અમિત શાહ અને આનંદી બહેન સાથે જોવા મળી રહ્યાં છે. તેવા સમયે ગુજરાતના હાલમાં ઉભી થયેલી સ્થિતિમાંથી ભાજપને બેન જ ઉગારી શકે તેવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો.
આ ઉપરાંત સુત્રોના જણાવ્યા અનુસાર જો આનંદી બહેન પટેલ ચુંટણી નહીં લડે તો પણ પક્ષને જીતાડવામાં માટે મહેનત કરશે. તેમજ પોતાના પુત્ર ને પુત્રી માટે રાજકારણનો દરવાજો ખોલી આપે તેવી શક્યતા પણ છે. આમ, હાલમાં ગુજરાતના રાજકારણમાં ભાજપ માટે પરીસ્થિતિ ક્ફોડી બની રહી છે. ત્યારે આગામી દિવસોમાં ચુંટણીનું આ ગણિત કેવા નવા સમીકરણોનો ઉમેરો કરતું રહેશે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોદીના ચહેરાની ચમક ઉતરી ગઇ,હવે ગુજરાતમાં લોકોની સરકાર બનશે ઃ રાહુલ
Next articleભાજપ – કોંગ્રેસના મોલ ઉપરાંત બાપુની હાંટડી માં પણ ભવ્ય સેલ શરૂ