Home ગુજરાત આદિવાસી પ્રજામાં જાગૃતિ લાવવા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું આયોજન

આદિવાસી પ્રજામાં જાગૃતિ લાવવા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું આયોજન

27
0

આગામી તા.૧૫મી નવેમ્બર ૨૦૨૩ ના રોજ જન-જાતિય ગૌરવ દિવસથી યાત્રા યોજાશે

(જી.એન.એસ),તા.૧૨

નર્મદા

નર્મદા જિલ્લો મોટી આદિજાતિ વિસ્તાર ધરાવતો જિલ્લો છે જ્યાં કેન્દ્ર-રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરી પ્રકૃતિના સાનિધ્યમાં વસતા પ્રકૃતિપ્રેમી આદિવાસી પ્રજામાં જાગૃતિ લાવવા યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમના પ્રતિભાવો મેળવવા માટે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૧૫મી નવેમ્બર ૨૦૨૩ ના રોજ જન-જાતિય ગૌરવ દિવસથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યાં વિવિધ વિભાગોની યોજનાકીય માહિતી સાથે તૈયાર કરવામાં આવેલા રથ નર્મદા જિલ્લાના ગામેગામ ભ્રમણ કરી ૧૦૦ ટકા લક્ષ્યાંક હાંસલ કરવાનાં ધ્યેયમંત્ર સાથે વંચિત લાભાર્થીઓની નોંધણી કરી તેમને પણ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે. નર્મદા જિલ્લામાં 2 રથ ૪૫ દિવસથી વધુનો પ્રવાસ કરીને નાંદોદના 66, દેડિયાપાડાના 46, તિલકવાડાના 41, ગરુડેશ્વરના 38 અને સાગબારા તાલુકાના 31 ગામોને આવરી લેશે.

આ યાત્રા દરમિયાન કુલ 222 ગ્રામ પંચાયત તેમજ 562 ગામોને આવરી લઇ વંચીતો અને પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની બહુમૂલ્ય યોજનાઓ અંગે માહિતગાર કરાશે. ઉપરાંત, સરકારની વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે. આ પ્રસંગે ગામોમાં ગ્રામસભા, આઈઈસી પ્રવૃત્તિ, સ્વચ્છતા ઝુંબેશ, શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ, પશુપાલન સહિતના વિભાગો દ્વારા વિભાગોની યોજનાકીય માહિતી, માર્ગદર્શન અને લાભાંવિત કરવા કેમ્પનુ આયોજન, આઈઈસી પ્રવૃત્તિ સહિતના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવશે. જિલ્લા માહિતી કચેરી નર્મદા દ્વારા પણ સરકારી યોજનાઓ અંગે લોકજાગૃતિ માટે બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ આ રાષ્ટ્ર્રવ્યાપી ઝુંબેશનો પ્રારંભ થશે. જ્યાં ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ યાત્રાનો પ્રારંભ દેશના અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં 15મી નવેમ્બરથી અને અન્ય જિલ્લાઓમાં નવેમ્બર-૨૦૨૩ના ત્રીજા સપ્તાહથી કરવામાં આવશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી કે જે વિવિધ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે પરંતુ લાભ મળ્યો નથી તેમના સુધી પહોંચવાનો છે. ત્યારે, નર્મદા જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના વિશે માહિતગાર કરવામાં આવશે. ઉપરાંત, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લઈ પાત્રતા ધરાવતા એક પણ લાભાર્થી છૂટી ના જાય એ દિશામાં પ્રયત્નો કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅરવલ્લીમાં નશાની હાલતમાં જાહેરમાં અસામાજીક તત્વોનો આતંક
Next articleમહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગે મચ્છર બ્રિડીંગને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરી