(GNS),02
ઈન્ડિયન કોઉચર વીક 2023 શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં આ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ઘણા સેલેબ્સ આ ફેશન શોમાં પોતાનો જાદુ ફેલાવી ચૂક્યા છે. મોડી રાત્રે સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂરે સાથે રેમ્પ વોક કર્યું હતું. આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાન સોમવારે ફેમસ ડિઝાઈનર્સ શાન્તનુ અને નિખિલ માટે શોસ્ટોપર્સ બન્યા. આ દરમિયાન બંનેનો એથનિક લૂક જોવા મળ્યો હતો. સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
સારાના લુકની વાત કરીએ તો તેણે પીચ અને સિલ્વર લહેંગા પહેર્યો હતો. તેના બ્લાઉઝ સાથે કેપ પણ અટેચ હતી. આદિત્ય રોય કપૂરની વાત કરીએ તો તેને પીચ કલરની શેરવાની અને ક્રીમ પેન્ટ પહેર્યું હતું. સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂરે રેમ્પ વોક દરમિયાન ઘણા પોઝ આપ્યા હતા. બંનેને સાથે જોઈને ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેને લખ્યું, તેઓ એકસાથે ખૂબ જ સુંદર લાગે છે. બીજા એક યુઝરે લખ્યું છે કે “તમામ અફવાઓ પછી, હું અનન્યા અને આદિત્યને સાથે રેમ્પ પર ચાલતા જોવા માંગુ છું.” આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે કે “હે ભગવાન, આ કપલ ખૂબ હોટ છે.”
આ સિવાય ઘણા યુઝર્સે સારાને ટ્રોલ પણ કરી છે. વોક દરમિયાન સારાના એક્સપ્રેશન લોકોને પસંદ નથી આવી રહ્યા, જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે. એક યુઝરે કોમેન્ટ કરી છે કે રેમ્પ પર ચાલતી વખતે તમે આટલા બધા ઓવર કેમ થઈ જાવ છો. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે સારાના ઓવરએક્ટિંગ માટે 50 રૂપિયા કાપ્યા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાન ‘મેટ્રો ઈન દિનો’માં સાથે જોવા મળશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.