(જી.એન.એસ),તા.૦૨
ગાંધીનગર,
વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં યોજનાઓ હાથ ધરી વનબંધુઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે સરકાર કાર્યરત છે. વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારોમાં આંતરમાળખાકીય સગવડો ઉભી થાય તે માટે સરકારે પ્રયત્નો કર્યા છે. શૈક્ષણિક અને આર્થિક વિકાસની વિવિધ યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને આરોગ્ય, શિક્ષણ અને આજીવિકાના ક્ષેત્રે લાભ આપવામાં આવી રહેલ છે.
શૈક્ષણિક ઉત્કર્ષ
• આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને ઈ.એમ.આર.એસ. મળીને કુલ ૮૩૭ જેટલી શાળાઓના અંદાજિત ૧ લાખ ૫૨ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે `૭૩૫ કરોડની જોગવાઈ.
• અંદાજે ૨ લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા `૫૮૪ કરોડની જોગવાઈ.
• આદર્શ નિવાસી શાળા, સરકારી છાત્રાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલ્સના બાંધકામ માટે `૫૩૯ કરોડનું આયોજન.
• સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયના ૭૦ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા `૨૬૯ કરોડની જોગવાઈ.
• સરકારી છાત્રાલયો તેમજ આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે `૨૫૫ કરોડની જોગવાઇ.
• પ્રિ-મેટ્રિકના આશરે ૧૫ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા `૧૭૬ કરોડની જોગવાઈ.
• દૂધ સંજીવની યોજના અંતર્ગત `૧૫૦ કરોડની જોગવાઇ.
• ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતાં અંદાજે ૧૩ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે `૧૨૦ કરોડની જોગવાઈ.
• અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત ૩૯૦૦ વિદ્યાર્થીઓ માટે `૨૩ કરોડની જોગવાઇ.
• ધો.૯ માં અભ્યાસ કરતી અંદાજે ૩૯ હજાર વિદ્યાર્થીનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ આપવા `૨૧ કરોડની જોગવાઈ.
• ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવા `૧૪ કરોડની જોગવાઈ.
• રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે `૬ કરોડની જોગવાઈ.
આર્થિક ઉત્કર્ષ
• મુખ્યમંત્રી આદિમજુથ/હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને કન્વર્ઝન કમ ડેવલપમેન્ટ(CCD) પ્રોજેક્ટ હેઠળ `૧૩૪ કરોડની જોગવાઈ.
• કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે `૩૫ કરોડની જોગવાઇ.
• આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત ૫૦૦૦ થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસીડી આપવા માટે `૨૬ કરોડની જોગવાઇ.
• માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે કિટ આપવા `૧૭ કરોડની જોગવાઈ.
• આદિજાતિ વિસ્તારોમાં સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને નર્સિંગ હોમ/ડિસપેન્સરી શરૂ કરવા માટે ડોકટરોને હોસ્પિટલ ખર્ચમાં સબસીડી આપવા માટે `૧૩ કરોડની જોગવાઇ.
• સંકલિત ડેરી વિકાસ યોજના (IDDP) હેઠળ દૂધાળા પશુઓની યુનિટ કોસ્ટ અને સહાયની મર્યાદામાં વધારો કરવામાં આવશે. આ યોજના માટે `૧૩ કરોડની જોગવાઇ.
• આદિજાતિ વિસ્તારોમાં બાંધકામ, કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો માટે બેન્ક લોન પર સહાય આપવા માટે `૬ કરોડની જોગવાઇ.
અન્ય
• અનુસૂચિત જનજાતિના લોકોને નિ:શુલ્ક તબીબી સહાય યોજના અંતર્ગત ક્ષય, રક્તપિત્ત, કેન્સર, સિકલસેલ એનિમિયા, થેલેસેમિયા, એઇડ્સ જેવા ગંભીર રોગોની સારવાર માટે હાલ આપવામાં આવતી સહાયમાં વધારો કરવામાં આવશે. આ યોજના માટે `૩૩ કરોડની જોગવાઇ.
*****
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.