Home દુનિયા - WORLD આત્મઘાતી હુમલાથી ધ્રૂજી ઉઠ્યું પાકિસ્તાન

આત્મઘાતી હુમલાથી ધ્રૂજી ઉઠ્યું પાકિસ્તાન

44
0

બલુચિસ્તાન અને પિશીનમાં બે આત્મઘાતી હુમલામાં 22થી વધુ લોકોના મોત

(જી.એન.એસ),તા.૦૭

પાકિસ્તાનમાં આવતીકાલે સંસદ અને વિધાનસભાની ચૂંટણીઓ થઈ રહી છે. ચૂંટણીના બરાબર એક દિવસ પહેલા પાકિસ્તાન મોટા આત્મઘાતી હુમલાથી ધ્રૂજી ઉઠ્યું છે. બલુચિસ્તાન અને પિશીન પ્રાંતમા થયેલા બે આત્મઘાતી હુમલામાં 22થી વધુ લોકો માર્યાં ગયા છે અને ઘણા ઘાયલ થયાં છે. બોંબને મોટરસાઈકલ સાથે બાંધીને ઉડાવી મૂકવામાં આવ્યું હતું. બીજી એક ઘટનામાં અપક્ષ ઉમેદવારની ઓફિસ બહાર આત્મઘાતી હુમલો થયો હતો. પિશિન અને બલુચિસ્તાન એમ બે વિસ્તારમાં બે આત્મઘાતી હુમલા થયાં છે. 

અપક્ષ ઉમેદવાર અસ્ફંદ્યર કાકરના ચૂંટણી કાર્યાલયની બહાર થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા અને 30 ઘાયલ થયા હતા. બીજી તરફ બલુચિસ્તાનમાં બાઈક સાથે બોંબ બાંધીને ઉડાવી મૂકવામાં આવ્યાં હતા જેમાં પણ ઘણા માર્યાં ગયા હતા. અત્યાર સુધી 22 લોકો મોત થયાં છે. ઘણા ઘાયલ હોવાથી મોતનો આંકડો વધી શકે છે. હજુ સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. પાકિસ્તાનમાં આવતીકાલે સંસદ અને વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. ચૂંટણીના એક દિવસ પહેલા પાકિસ્તાન લોહિયાળ બન્યું છે. આ ઘટના બાદ દેશમાં હાહાકાર મચ્યો છે. પહેલેથી કંગાળ બની ગયેલ પાકિસ્તાનની કસર આ ઘટનાએ પૂરી કરી દીધી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખેડૂતોના મોટા વિરોધ પ્રદર્શન પહેલા, નોઈડા અને ગ્રેટર નોઈડામાં કલમ 144 લાગુ
Next articleસરકારે જમ્મુ કાશ્મીરનું 1.18 લાખ કરોડ રૂપિયાનું વચગાળાનું બજેટ જાહેર કર્યું