અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફરી એકવાર જોરદાર બ્લાસ્ટ થયો છે, આ સાથે જ બ્લાસ્ટની જગ્યાએ ગોળીબારીનો અવાજ સંભળાયો છે. આ બ્લાસ્ટ એક ગેસ્ટ હાઉસની પાસે થયો છે જે ચીની વેપારીઓની વચ્ચે લોકપ્રિય છે. જાણકારી અનુસાર હુમલાવરોએ બ્લાસ્ટ બાદ હોટલમાં ઘૂસીને તાબડતોડ ગોળીબારી કરી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સ્થાનિક આતંકવાદીએ હોટલ પર હુમલો કર્યો છે. જે હોટલ પર હુમલાવરોએ હુમલો કર્યો તે એક બહુમાળી બિલ્ડીંગ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ બાદ અજાણ્યા હુમલાવરો હોટલમાં ઘૂસ્યા હતા. ઘટનાસ્થળ પર તાલીબાની સરકારી સ્પેશિયલ ટીમો પહોંચી ગઇ છે. ગોળીબારી ચાલુ છે. આ બ્લાસ્ટ બાદ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આ બ્લાસ્ટ જોરદાર હતો અને ત્યારબાદ ગોળીબારી થઇ. જોકે આ બ્લાસ્ટને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જાણકારી અનુસાર આ બ્લાસ્ટ કાબુલના મુખ્ય બિઝનેસ સેન્ટરોમાંથી એક શહેર-એ-નૌ માં થયો છે.
અફઘાનિસ્તાનના બોર્ડર વિસ્તાર સ્પિન બોલ્ડકમાં થયેલા મોર્ટાર હુમલાના એક દિવસ બાદ હુમલો થયો છે. સ્પિન બોલ્ડક હુમલામાં 4 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સૂત્રોના અનુસાર ઇસ્લામિક અમીરાત અને પાકિસ્તાની સેના વચ્ચે સંઘર્ષ હજુ ચાલુ છે. તાજેતરમાં જ તાલિબાનના સત્તામાં પરત ફર્યા બાદ મોટી સંખ્યામાં ચીની વેપારીઓની અફઘાનિસ્તાન અવર-જવર શરૂ થઇ ગઇ છે.
અફઘાનિસ્તાનની સથે 76 કિલોમીટરની બોર્ડર શેર કર્નાર ચીને સત્તાવાર રીતે તાલિબાન સરકારને માન્યતા આપી નથી. તેમછતાં ચીન તે સિલેક્ટેડ દેશોમાંથી એક છે જેણે ત્યાં દૂતાવાસ બનાવી રાખ્યું છે. બીજિંગે અહીં દૂતાવાસ બનાવ્યું છે. સત્તા પરિવર્તન બાદ તાલિબાની શાસન સતત દાવા કરે છે કે તે નેશનલ સિક્યોરિટીમાં સુધારા માટે પગલાં ભરી રહ્યું છે પરંતુ તેમછતાં પણ ત્યાં બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારીની ઘટનાઓ અટકી રહી નથી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.