Home દેશ - NATIONAL આતંકવાદનો સામનો કરવા ભારત અને નેપાળ વચ્ચે સૈન્ય અભ્યાસ શરૂ

આતંકવાદનો સામનો કરવા ભારત અને નેપાળ વચ્ચે સૈન્ય અભ્યાસ શરૂ

341
0

(જી.એન.એસ.),પિથૌરાગઢ,તા.1
ભારત અને નેપાળ વચ્ચે ૧૩મા સૈન્ય સંયુકત અભ્યાસ સૂર્યકિરણનો તાજેતરમાં આરંભ થયો છે. જેમાં બંને દેશના સૈનિકો આતંકવાદનો સામનો કરવા ખાસ તાલીમ લઈ રહ્યા છે. પહેલા દિવસે બંને દેશની સેનાએની ટીમે પરેડનું આયોજન કર્યું હતું. આ તાલીમમાં બંને દેશના ૩૦૦ સૈનિકો આતંકવાદનો સામનો કરવાના ઉપાયો અંગે ચર્ચા વિચારણા સાથે અન્ય અનુભવોની આપ લે કરશે.
પિથૌરાગઢ ખાતે સેના વિસ્તારમાં ૧૧૯ સ્વતંત્ર બ્રિગેડ કમાન્ડર રંજન મલિક(સેના મેડલ) એ આ સૈન્ય અભ્યાસનો આરંભ કરતા જણાવ્યું હતું કે ભારત અને ભારત અને નેપાળ વચ્ચેના આ સૈન્ય અભ્યાસથી બંને દેશ વચ્ચેના સંબંધોને નવી દિશા મળશે. અને બંને દેશ આતંકવાદને નાબૂદ કરવા સંયુકત રીતે પ્રયાસો કરી રહ્યા છે.
પિથૌરાગઢના ખાતે પંચસોલ બ્રિગેડ છાવણી વિસ્તારમાં ૧૨ જૂન સુધી ચાલનારી આ તાલીમમાં બંને દેશના ૩૦૦ જવાન ભાગ લઈ રહ્યા છે. શિબિરમાં બંને દેશના ૧૫૦-૧૫૦ સૈનિકોની ટીમે આ અભ્યાસમાં આતંકીઓની હિલચાલ અને તેમનો સામનો કેવી રીતે કરી શકાય તે અંગે એકબીજાના વિચારો અ‍ને અનુભવોની આપ લે કરી હતી. અને હજુ બાકીના દિવસોમાં આ અંગે વિશેષ તાલીમ લેવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપમાં ભાંજગડ…મુખ્યમંત્રી પાટીદાર તો પ્રદેશ પ્રમુખ ‘ચૌધરી’ કે ‘જાડેજા’??
Next articleપેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે માત્ર ૬ અને ૫ પૈસાનો ઘટાડો