Home ગુજરાત આણંદ-તારાપુરમાં ગરબા જોવા ગયેલા પરિવારના ઘરમાંથી 3.76 લાખની ચોરી થઇ

આણંદ-તારાપુરમાં ગરબા જોવા ગયેલા પરિવારના ઘરમાંથી 3.76 લાખની ચોરી થઇ

32
0

આણંદ જિલ્લામાં પોલીસ પેટ્રોલિંગના દાવાઓને પોકળ બનાવતાં હોય એમ તસ્કરોએ છેલ્લાં 24 કલાકમાં બે જગ્યાએ, આણંદ અને તારાપુરમાંથી પોણા ચાર લાખની મત્તાની ચોરી કરી હતી.પ્રથમ બનાવમાં આણંદ શહેરના જીટોડિયા કોર્ટ રોડ સ્થિત તિલક બંગ્લોઝમાં 38 વર્ષીય મિતુલકુમાર રસિકભાઈ પંચાલ રહે છે. રાત્રે પરિવારને લઈ અલારસા ગરબા જોવા માટે ગયા હતા અને પરોઢિયે તેઓ પરત ફર્યા હતા. એ સમયે તેમના મુખ્ય દરવાજાનું લોક તૂટેલી હાલતમાં હતું.

તસ્કરોએ તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા 60 હજાર મળી કુલ 1.96 લાખની મતાની ચોરી કરી હોવાનુ માલૂમ પડ્યું હતું. બીજા બનાવમાં તારાપુર સ્થિત વાત્સલ્ય સોસાયટીમાં રહેતા વેપારી કાન્તીભાઈ રસીકલાલ ઠક્કર પત્ની ધર્મિષ્ઠાને લઈ વલ્લી ગામે ગયા હતા. એ સમયે તસ્કરોએ ઘરમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 1.80 લાખની મતાની ચોરી કરી હતી. આણંદ ગ્રામ્ય અને તારાપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઈ તપાસ હાથ ધરી છે.

આણંદના વિદ્યા ડેરી રોડ પર આવેલી બે સોસાયટીઓમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જોકે, આ મામલે ફરિયાદી અમિત ચૌહાણે જણાવ્યું હતું કે, હજુ સુધી પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવામાં આવી નથી. અમે અમારી રીતે તપાસ કરીશું, અને આવતીકાલે ફરિયાદ લઈશું તેમ કહી આજદિન સુધી કોઈ પણ પ્રકારની પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોમાં પણ પોલીસની કામગીરીને લઈ રોષની લાગણી પ્રવર્તી રહી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરમાં જુની પેન્શન યોજના અને આશ્રમ શાળાનાં કર્મીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ
Next articleઆણંદના બિલ્ડરે રૂા.15 કરોડની બનાવટી ચલણી નોટ 1 લાખમાં ખરીદી હોવાનો થયો ઘટસ્ફોટ