આણંદમાં NRI બન્યો હની ટ્રેપનો શિકાર
(જી.એન.એસ) તા. 6
અમદાવાદ/આણંદ,
આણંદના એક NRI યુવક સોશિયલ મીડિયામાં જાણ્યા અજાણી વ્યક્તિ જોડે ફ્રેંડશિપ કરવી ભારે પડી. સુરતની એક ગેંગે હની ટ્રેપમાં ફસાવી નાણાંની માંગણી કરતા આણંદ એલસીબીએ છટકુ ગોઠવી આ ગેંગના ત્રણ શખ્સો સહિત એક મહિલાની અમદાવાદથી ધરપકડ કરી ગુનો નોંધ્યો છે. આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આણંદ જિલ્લામાં મોટી માત્રામાં વિદેશમાં વસતા NRI ઓ વતન આવ્યા છે. ત્યારે આવા NRI ઓને ટાર્ગેટ કરી હની ટ્રેપમાં ફસાવી નાણા પડાવતી ટોળકીનો પર્દાફાશ થયો છે.
અમેરિકાના ન્યુજર્સીમાં રહેતા મનીષ ઘનશ્યામભાઈ પટેલ ને આ ટોળકી દ્વારા ફેસબુક મેસેન્જર ઉપર ફ્રેન્ડશીપ કેળવી હનીટ્રેપમાં ફસાવી 20 લાખ રૂપિયાની રકમ પડાવવા ના કારસાનો પર્દાફાશ થયો છે.આણંદના મનીષ પટેલને એક મહિના પહેલા જ્યારે તે અમેરિકા હતા. ત્યારે મેસેન્જરમાં હેતલ પટેલ નામની યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ મળતા તેમણે એક્સેપ્ટ કરેલી અને ત્યાર બાદ હાઈ હેલોના મેસેજથી મિત્રતા કેળવાઈ હતી. જો કે જાન્યુઆરી માસમાં મનીષ પટેલ અમેરિકા થી આણંદ ખાતે આવી પહોંચ્યા હતા. અને તેમની ફેસબુક ફ્રેન્ડ હેતલ પટેલને પોતે ભારત આવ્યા હોવાનો મેસેજ કરતા હેતલ પટેલે તેનો નંબર મેસેન્જર ઉપર મોકલી આપ્યો હતો અને તેના બાદ ગણતરીના કલાકો બાદ હેતલ પટેલે મનીષ પટેલને ફોન કરી તે આણંદ બ્યુટી પાર્લરના કામકાજ અર્થે આવેલી છે અને મોડી રાત સુધી રોકાવવાની હોઈ મનીષ પટેલેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ આણંદ નવા બસ સ્ટેન્ડ ખાતે મળવા બોલાવ્યા હતા. મનીષ પટેલ આણંદ નવા બસ સ્ટેન્ડ હેતલ ને મળવા પહોંચ્યા હતા. જ્યાં હેતલે તેમને મળવા સમારખા ચોકડી બોલાવ્યા હતા. જોકે મનીષ પટેલે સમારખા ચોકડી નું લોકેશન જોયું ન હોય હેતલ પટેલ નવા બસ્ટેન્ડ આવી હતી. જ્યાં બન્ને ની મુલાકાત થતા હેતલ પટેલે પોતાનું નામ કિંજલ પટેલ હોવાનું જણાવ્યું હતું. જોકે મનીષ પટેલેને તેજ સમયે શંકા ગઈ હતી. જોકે હેતલ પટેલ મનીષના એક્ટિવા પાછળ ગોઠવાઈ ગઈ હતી અને આણંદની વેંડોર ચોકડી એક્ટિવા લઈ લેવા જણાવતા બન્ને વેંડોર ચોકડી ગયા હતા.જે બાદ હેતલ પટેલે કોઈ ને ફોન કર્યો હતો.
થોડીજ ક્ષણો માં ત્યાં એક સુરત પાર્સિંગ ની બ્લેક સ્વીફ્ટ કાર આવી પહોંચી હતી અને તેમાંથી ત્રણ શખ્સ નીચે ઉતર્યા હતા જે પૈકી એક શખ્સ એ પોતાનું નામ અજય હોવાનું જણાવી પોતે અમદાવાદ પોલીસમાં છે. તેમ કહી પોલીસ નું આઈ કાર્ડ બતાવી બન્ને ને કાર માં બેસાડી કાર બોરીયાવી તરફ લઈ જઈ રસ્તામાં મનીષ પટેલને યુવતી સાથે બળાત્કાર કર્યો હોય તેમજ યુવતી દલિત હોઈ ઍટ્રોસીટી તેમજ ડ્રગ્સની ફરિયાદ ની ધમકી આપી રૂપિયા 20 લાખ ની માંગણી કરી હતી. રકઝક ના અંતે 5 લાખ નક્કી થયા હતા જોકે મનીષ પટેલે પૈસા ની વ્યવસ્થા કાલે થશે જણાવ્યું હતું જેથી કાર માં સવાર શખ્સો એ તેમના ખિસ્સા માં થી 8500 રૂપિયા કાઢી લઈ 5 લાખ ની કાલે વ્યવસ્થા કરવા જણાવી મનીષ પટેલે ને ઉતારી ચાલ્યા ગયા હતા.
મનીષ પટેલે પોતાના સંબંધીને સમગ્ર હકીકત જણાવતા આખરે આણંદ LCB નો સંપર્ક કરતા LCB એ છટકું ગોઠવી મનીષ પટેલ પાસે બીજા દિવસે પોલીસ કર્મી તરીકે ઓળખ આપનાર અજયને ફોન કરી પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. જણાવતા 2.50 લાખ આંગડીયું કરવા અજયે જણાવતા મનીષ પટેલે આણંદ LCB પોલીસના કહેવા મુજબ આંગડિયું કરી દીધું હતું. જેની સ્લીપ અજયને મોકલી આપી હતી. જોકે આણંદ LCB નો અન્ય સ્ટાફ અમદાવાદ સ્થિત બાપુનગર માં આવેલ આંગડિયા પેઢીની બહાર ગોઠવાઈ ગયો હતો. દરમિયાન આંગડિયાના પૈસા લેવા આવતા પોલીસે એક મહિલા અને ત્રણ શખ્સો ને ઝડપી લઈ આણંદ ખાતે લાવવામાં આવ્યા હતા.
જ્યાં તેમનું નામ ઠામ પૂછતાં પોલીસ કર્મી તરીકે ઓળખ આપનાર ચિરાગ ગોબરભાઈ જાદવ હેતલ પટેલ તરીકે ઓળખ આપનાર કાજલ બાબુભાઇ પરબત તેમજ હર્ષદ નારણભાઇ જાદવ અને ભાવેશ જયશુખ ભાઈ બાંભણીયા તમામ રહે સુરત હોવાનું જણાવ્યું હતું આ સાથે આ હની ટ્રેપ કાંડ માં તેમની સાથે કૌશિક હરિયાની ઉર્ફે ભોલો રહે સાવરકુંડલા, જયશુખ રબારી રહે સુરત તેમજ અસ્મિતા નામની અન્ય એક મહિલા પણ સામેલ હોવાનું જણાવતા પોલીસે કુલ 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.