Home ગુજરાત આણંદમાં 5 દિવસમાં 3.60 લાખની ખાદીનું વેચાણ થયું

આણંદમાં 5 દિવસમાં 3.60 લાખની ખાદીનું વેચાણ થયું

37
0

આણંદમાં છેલ્લા 5 દિવસમાં જ રૂા. 3.60 લાખની ખાદીનું વેચાણ થયુ છે. શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને 15 ઓક્ટોબર સુધી ફરજિયાત ખાદી ખરીદવાનો આદેશ કરાયો છે. જેને પગલે ખાદીના વેચાણમાં ઓચિંતો ઉછાળો આવ્યો છે. આગામી દિવસોમાં ખાદી ખરીદીનો આંક ઊંચો જવાની શક્યતા છે. પ્રાથમિક વિભાગના 6 હજાર શિક્ષકોમાંથી 40 ટકા શિક્ષકોએ ખાદીની ખરીદી કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશનના ભાગરૂપે શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આગામી 15મી ઓક્ટોબર સુધી ખાદીની ખરીદીનો આદેશ કર્યો છે.

ત્યારે આણંદ જLલ્લા શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ખાદીની સ્વૈચ્છિક ખરીદી શરૂ કરી દેવામાં આવી હોવાથી પાંચ દિવસમાં 3.60 લાખ ઉપરાંતની ખાદી વેચાણ થયું છે. શિક્ષણ વિભાગ હેઠળની તમામ ક્ષેત્રિય કચેરીઓના અધિકારીઓ, તમામ પ્રકારની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સાથે જોડાયેલ હોદ્દેદારો, આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બિનશૈક્ષણિક કર્મચારીઓને વ્યક્તિગત-સામૂહિક રીતે સ્વેચ્છાએ આ અભિયાનમાં બહોળી સંખ્યામાં સહભાગી બની 2થી 15 ઓક્ટોબર સુધી ખાદીની ખરીદી કરવા માટે સૌને પ્રેરિત કરવા આયોજન અને અમલવારી કરવા પણ જણાવાયું છે.

આણંદ તાલુકા સહકારી ખાદીનું વેચાણ કરતા સુત્રોએ જણાવ્યુ હતુ કે પાંચ દિવસમાં 3.60 લાખની ખાદીનું વેચાણ થઈ ગયું છે. ચાલુ વર્ષે મોદી કુર્તા અને રેડીમેડ શર્ટનું ખરીદીનો સૌથી વધુ ક્રેઝ રહ્યો છે. ‘ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન’ ના મંત્રને ચરિતાર્થ કરવા તથા વણાટકામ ક્ષેત્રે કાર્યરત જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળી રહે,

તેમજ આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય તેવા હેતુથી 15 ઓક્ટોબર સુધી ખાદીની ખરીદી કરવા માટે સૌને પ્રેરિત કરવા જણાવાયું છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહેસાણાના કસલપુરમાં ગેસ લીકેજનો મામલો, ઓએનજીસી ટીમે લીકેજ પર કાબૂ મેળવ્યો
Next articleજામનગરના પિતા-પુત્રએ પીધી ઝેરી દવા, પિતાનું થયું મોત, પુત્રને હોસ્પિટલ ખસેડયો