તારાપુર-વટામણ હાઈવે પરથી પોલીસે બાતમીના આધારે રૂપિયા 9.80 લાખની મતાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આઈશરમાં ઘરવખરીના સામાન ભર્યો હતો, જેમાં વિદેશી દારૂ છુપાવ્યો હતો. પોલીસે બનાવમાં સગીર સહિત કુલ બેની ધરપકડ કરી છે. વાસદથી તારાપુર તરફ એક આઈશરમાં ઘરવખરીનો સામાન અને તેની અંદર વિદેશી દારૂ ભરીને લઈ જવામાં આવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિહત લાખુ ફાર્મ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન, મહારાષ્ટ્ર પાસીંગની આઈશર આવી પહોંચતાં જ પોલીસે તેને અટકાવી હતી.
તેમાં તપાસ કરતાં ઘરવખરીના સામાનની પાછળ અલગ-અલગ બ્રાન્ડની રૂપિયા 9.80 લાખની કિંમતની 2579 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ચાલકની પૂછપરછ કરતાં તે રાજસ્થાનના ચુરૂનો રહેવાસી અને તેનું નામ બળવંતરામસ્વરૂપ ચમાર હોવાનું ખૂલ્યું હતું. જ્યારે તેની સાથે એક સગીર પણ હતો. પોલીસે તેને જુવેનાઈલ બોર્ડમાં મોકલી આપ્યો છે. જ્યારે ચાલકને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. નોંધનીય છે કે, વિદેશી દારૂ તે અંબાલાથી ભરીને લાવ્યો હતો, જે તેણે ભાવનગર પહોંચાડવાનો હતો.
ભાવનગર પહોંચ્યા બાદ તેને લોકેશન આપવાનું હોવાનું તેણે કબુલ્યું હતું. ચકલાસી સ્થાનિક પોલીસની ટીમ રાતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી તે સમયે બાતમી મળી હતી કે રામપુરા જાળીયા કૂવા વિસ્તારમાં રહેતા રાવજીભાઇ વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે.જે અન્વયે પોલીસ ટીમે દરોડો પાડતા ભોયરામાં સંતાડેલો રૂા. 4 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે રાવજીભાઇ છગનભાઈ વાઘેલાની અટકાયત કરી પૂછપરછ કરતા વિદેશી દારૂ જીતેન્દ્ર ઉર્ફે દિપો ચંદુભાઈ વાઘેલા પાસેથી મંગાવ્યો હોવાનું અને 28 સપ્ટેમ્બરના રોજ સુનયો અને ગણપત નામના ઇસમો ગાડી લઇ આપી ગયા હોવાનું જણાવ્યું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.