(જી.એન.એસ) તા૨૮
આણંદ,
આણંદમાં બેંકના લોકર પણ સુરક્ષિત નથી. બરોડા બેંક ના લોકરમાં મુકેલા દાગીના અને રોકડની ચોરી થયાનો કિસ્સો સામે આવતા ઉહાપોહ મચ્યો છે. આણંદ માં બેંકના લોકર પણ સુરક્ષિત નથી. બેંક ઓફ બરોડા ના લોકરમાં મુકેલા દાગીના અને રોકડ ની ચોરી થયાનો કિસ્સો સામે આવતા ઉહાપોહ મચ્યો છે. સમગ્ર મામલામાં હાલ આણંદ LCB પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો. બેંકનો લોકરમાં 3 મહિના પહેલા ચોરી થઈ હતી. અને પોલીસે છેક અત્યારે ગુનો નોંધ્યો. આ તે કેવું નઘરોળ તંત્ર લોકો મોટાભાગે બેંકના લોકરને વધુ સુરક્ષિત માને છે. અને સોના અને ચાંદી જેવી કિમંતી વસ્તુઓ લોકરમાં મૂકે છે. પરંતુ તાજેતરમાં આણંદમાં બનેલ બનાવે લોકોની ચિંતા વધારી છે. શહેરમાં બેંક ઓફ બરોડાની ચિખોદરા શાખાના લોકરમાંથી ચોરી થઈ. વઘાસીના વિપુલ કેસરિયાનું ચિખોદરની બેંક ઓફ બરોડામાં લોકર છે. તેમણે BOBના લોકરમાંથી 60 તોલા સોનું અને રોકડ રૂ.10.50ની તફડંચી થઈ હોવાનો ઘટસ્ફોટ કર્યો. અને આ લોકર તેમની જાણ બહાર જ ખોલાયું હોવાનું તેમણે પોલીસને માહિતી આપી. આણંદ ગ્રામ્ય પોલીસે 3 મહિને ચોરીનો ગુનો નોંધ્યો અને LCBને સોપાઈ તપાસ. બેંક ઓફ બરોડા એ રાષ્ટ્રીય બેંક છે. અને રાજ્યમાં અનેક નાના મોટા શહેર તેમજ ગામડાંઓમાં તેની શાખાઓ છે. આણંદના ચિખોદરા ખાતે પણ BOBની છે. આ બેંકમાં ગ્રાહકોને લોકર સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ હાલમાં વિપુલ કેસરિયા નામના ગ્રાહકના બેંકના લોકરમાં મુકેલ દાગીના અને રોકડની ચોરી થતા મામલો ગરમાયો. BOBના લોકરમાં રાખેલ 60 તોલા સોનું અને રોકડ રૂ.10.50 ની ચોરી થઈ. બેંક ઓફ બરોડાની ચિખોદરા શાખાના લોકરમાંથી ચોરી થયાની ઘટના બનતા અન્ય ખાતાધારકોની પણ ચિંતા વધી છે. અન્ય ખાતાધારકો આ કિસ્સા બાદ પોતાના બેંક લોકરમાંથી કિમંતી વસ્તુઓ લઈ જવા લાગ્યા છે. ચિખોદરાના BOBનું બેંક લોકર તૂટવાની ઘટનામાં ગ્રાહકની ફરિયાદ બાદ આણંદ LCB પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો. બેંકનું લોકર અતિ વિશ્વસીય વસ્તુ છે. અને મોટી BOB બેંકનું લોકર તૂટવું એ ઘણી ગંભીર બાબત ગણાય. બેંક લોકર તોડવામાં કોઈ જાણભેદુ જ હોવાનું લાગી રહ્યું છે. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં બેંકના પટાવાળાએ ડુપ્લીકેટ ચાવીથી લોકર ખોલ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.