Home ગુજરાત આણંદમાં પતંગની દોરી કાઢવા જતા 15 વર્ષીય કિશોરને લાગ્યો કરંટ, સારવાર દરમ્યાન...

આણંદમાં પતંગની દોરી કાઢવા જતા 15 વર્ષીય કિશોરને લાગ્યો કરંટ, સારવાર દરમ્યાન નિપજ્યું મોત

7
0

(જી.એન.એસ) તા.૧૦

આણંદ,

વીજ વાયરમાં ફસાયેલ દોરી કાઢવા જતા 15 વર્ષીયને કિશોરને અચાનક કરંટ લાગતા મોત નિપજયું. આણંદ માં એક 15 વર્ષીય કિશોરનું વીજ કરંટ લાગવાથી મોત નિપજ્યું. ધર્મજ ગામનો રહેવાસી કિશોર પતંગની દોરી કાઢવા જતો હતો ત્યારે આ દુર્ઘટના બનવા પામી. વીજ વાયરમાં ફસાયેલ દોરી કાઢવા જતા 15 વર્ષીયને કિશોરને અચાનક કરંટ લાગ્યો. વીજ કરંટ લાગતા આ કિશોર ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન 15 વર્ષીય કિશોરનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો. ઉત્તરાયણ પર્વને હજુ ઘણા દિવસો બાકી છે ત્યારે પતંગની દોરી કિશોર માટે કાળ બની. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ વીજ કરંટથી મૃત્યુ પામનાર કિશોર પેટલાદના ધર્મજ ગામનો રહેવાસી છે. આગામી મહિને ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે પતંગબાજીના રસિયાઓ અત્યારથી પતંગ ચગાવવાની તૈયારીઓ કરવા લાગ્યા છે. ત્યારે ધર્મજ ગામનો 15 વર્ષીય કિશોર ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીનો શિકાર થયો. વીજ વાયરમાં ફસાયેલ પતંગની દોરી કાઢવા જતાં કિશોરને કરંટ લાગ્યો અને તે ગંભીર રીતે દાઝી ગયો. આ ઘટનાની કિશોરના પરિવાજનોને જાણ થતાં તત્કાળ ઘટનાસ્થળ પર આવ્યા અને સારવાર માટે તેને સયાજી હોસ્ટિપલ લઈ ગયા. જ્યાં સારવાર દરમ્યાન 15 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું. પતંગની દોરીને લઈને વડોદરામાં પણ એક ગંભીર બનાવ બન્યો. આ ઘટનામાં 9 વર્ષીય યુવક પતંગની દોરી પકડવા જતા તલાવડીમાં ડૂબ્યો. યુવકનું તલાવડીમાં ડૂબવાનાં કારણે મોત નિપજયું હતું. ઉત્તરાયણ પર્વ પહેલા જ પતંગની દોરીને લઈને બનતી દુર્ઘટનાને લઈને વહીવટીતંત્ર દ્વારા લોકોને સૂચન કરવામાં આવ્યું. તંત્ર દ્વારા અપીલ કરાઈ કે ઉત્તરાયણનો પર્વ નજીકમાં છે ત્યારે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. જેથી પતંગનાં દોરાથી કોઈને પણ ઈજા ન થાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field