આણંદ પાસેથી પસાર થતાં સામરખા ગામ સ્થિત એક્સપ્રેસવે પર બે અજાણ્યા શખસોએ નસવાડીના ડ્રાઈવર-ક્લીનરને રિવોલ્વર બતાવી કપાસ વેચાણના રૂપિયા 8.61 લાખની લૂંટ કરવાના બનાવમાં ડ્રાઈવર-ક્લીનરે જ સમગ્ર ઘટના ઉપજાવી કાઢી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. મોંઘવારીમાં રૂપિયા 10 હજારમાં પૂરૂં ન થતું હોય તેમજ ખર્ચા પેટે માલિક દ્વારા આપવામાં આવતા પૈસા બાબતે દર વખતે કકળાટ કરવામાં આવતો હોય બંનેએ મળીને સમગ્ર ઘટનાનું પ્લાનિંગ કર્યું હતું. છોટાઉદેપુરના નસવાડી ખાતે રાજુ ઉર્ફે ભીમો ઉકેડ તડવી રહે છે. શનિવારે તેઓ ટ્રકમાં ખેડૂતોના કપાસ લઈને ક્લીનર સંજય ઉર્ફે શનો રમણ તડવી સાથે મહેસાણાના હારીજ ખાતે ગયા હતા.
જ્યાં કપાસ વેપારીઓને વેચીને નસવાડી તરફ આવતાં હતા. દરમિયાન, બંને શખસોએ સાથે મળીને વેપારીઓએ કપાસ વેચાણના આપેલા રોકડા રૂપિયા 8.61 લાખ તેમણે નડિયાદ પાસે એક્સપ્રેસ વે સ્થિત ઝાડીઓમાં ફેંકી દીધા હતા. એ પછી તેમણે તેમના મિલના માલિક આકબાની અમીનમહંમદ હનીફને ફોન કરીન તેમની સાથે લૂંટ થઈ હોવાનું જણાવ્યું હતું. જોકે, સમગ્ર ઘટનાથી અજાણ માલિકે આ મામલે આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખસોએ લૂંટના નાળચે બંને શખસો પાસેથી 8.61 લાખની લૂંટ કરી હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે બંને શખસોને અલગ-અલગ રાખીને પૂછપરછ કરી હતી.
જેમાં તેઓ ભાંગી ગયા હતા અને લૂંટનું તરકટ રચ્યું હોવાનું કબુલ્યું હતું. મિલના માલિક આકબાની હનીફમહંમદ હનીફે સમગ્ર મામલે વાત કરતાં જણાવ્યું હતું કે, ચાલક રાજુ તડવીનો પગાર દસ હજાર હતો અને છેલ્લાં 12 વર્ષથી અમારી સાથે કામ કરતો હતો. જેને પગલે છેલ્લાં કેટલાંય સમયથી તે અમારો વિશ્વાસુ ડ્રાઈવર રહ્યો છે. અગાઉ પણ તે 15 થી 20 લાખ રૂપિયા લઈ આવતો હતો. તેની પાસે એક ફોર વ્હીલર અને બે લાખની બાઈક સહિત બે ટુ વ્હીલર તે ધરાવે છે. આમ, તેની આર્થિક સ્થિતિ સારી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.