Home ગુજરાત ઉત્તર ગુજરાત આણંદમાં ‘ચિલ્ડ્રન બૅંક ઑફ ઇન્ડિયા’ લખેલી 17 લાખ રૂપિયાની નકલી નોટોઝડપાઈ, ચાર...

આણંદમાં ‘ચિલ્ડ્રન બૅંક ઑફ ઇન્ડિયા’ લખેલી 17 લાખ રૂપિયાની નકલી નોટોઝડપાઈ, ચાર લોકોની ધરપકડકરવામાં આવી

7
0

(જી.એન.એસ) તા.૩૧

આણંદ,

ગુજરાતમાં અવાર-નવાર નકલી નોટો ઝડપાઈ રહી છે. તેનો મતલબ એ કે હજુ પણ માર્કેટમાં નકલી નોટો ફરી રહી છે અને તેનો બિઝનેસ પણ ચાલી રહ્યો છે. હાલમાં જ આણંદ જિલ્લામાં તારાપુર ચોકડી પર પોલીસ તપાસ દરમિયાન 17 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઈ છે. જે મામલે 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને અત્યાર સુધીમાં કુલ 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસને બાતમી મળી હતી કે સોજિત્રા તરફથી આવતી એક કારમાં બનાવટી નોટનો મોટો જથ્થો છે. જે બાતમીના આધારે પોલીસે 27 ડિસેમ્બર 2024ની રાત્રે તારાપુર ચોકડી પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ કાર આવી, જેમાં ચાર શખ્સો સવાર હતા. આ કારની ડેકીમાં તપાસ કરતાં ખાખી કલરનું એક બોક્સ મળી આવ્યું હતું. જેમાં રૂ. 500 અને રૂ. 100ના દરની નોટના 34 બંડલ મળી આવ્યા હતા, જેની ગણતરી કરતાં કુલ 17 લાખની નકલી નોટ મળી આવી હતી. આ સાથે કારમાં સવાર પરમાર સુરેશ ફતેસિંહ, પટાટ રાજા કાના, ગોસ્વામી વિજય મોહનપુરી અને વાળા પ્રકાશ વિક્રમની અટકાયત કરવામાં આવી હતી. તારાપુર પોલીસે મુદ્દામાલ સહિત આરોપીઓને આણંદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યા છે. જ્યાં તેમની વધુ તપાસ ચાલી રહી છે.  પહેલી નજરમાં તો આ તમામ ચલણી નોટ જ લાગી રહી હતી. પરંતુ ધ્યાનપૂર્વક જોતાં નોટ પર ‘ચિલ્ડ્રન બૅંક ઑફ ઇન્ડિયા’ લખેલું જોવા મળ્યું હતું. જો કે, આ ‘ચિલ્ડ્રન બૅંક ઑફ ઇન્ડિયા’વાળી નકલી નોટો માર્કેટમાં પહોંચાડવાની હતી તે પહેલાં જ તારાપુર પોલીસે આરોપીઓને ઝડપી પડ્યા છે. પોલીસને આકરી પૂછપરછ કરતાં રાજા કાનાએ કબૂલ્યું હતું કે, નોટોના બંડલ ગોસ્વામી વિજયના મિત્ર જીગ્નેશ પાસેથી લાવ્યા છે, અને તે મિત્ર હરેશ રામજી રાખોલીયાને આપવાના છે. આરોપીઓએ 50 લાખ રૂપિયાનું રોકાણ કરી 1 કરોડની નકલી નોટો ખરીદી લોકોને પધરાવવાનો પ્લાન ઘડ્યો હતો. પણ તે પહેલાં જ પોલીસે આરોપીઓને ઝડપીને લઈને તેમનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field