Home ગુજરાત આણંદના બિલ્ડરે રૂા.15 કરોડની બનાવટી ચલણી નોટ 1 લાખમાં ખરીદી હોવાનો થયો...

આણંદના બિલ્ડરે રૂા.15 કરોડની બનાવટી ચલણી નોટ 1 લાખમાં ખરીદી હોવાનો થયો ઘટસ્ફોટ

27
0

સુરતના કામરેજ ખાતેથી પકડાયેલી 100 કરોડની રૂપિયા બે હજારના દરની બનાવટી ચલણી નોટના પ્રકરણનો રેલો આણંદ સુધી પહોંચ્યો છે. સમગ્ર બનાવમાં સુરત પોલીસે આણંદ શહેરના પાલિકા નગર સ્થિત સી – 3માં રહેતાં અને મૂળ મલાતજના 49 વર્ષીય વિપુલ હરીશ પટેલની ધરપકડ કરી લીધી છે. અને તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં જ શખસે પોપટની જેમ કબુલાત કરતાં રૂપિયા એક લાખમાં 15 કરોડની બનાવટી ચલણી નોટ ખરીદી હોવાનું જણાવ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર એવા રાજકોટના હિતેષ પરસોત્તમ કોટળીયાના ભાઈના સંપર્કમાં વિપુલ પટેલ આવ્યો હતો. છેલ્લાં એક વર્ષથી તેઓ એકબીજાને ઓળખતાં હતા. વિપુલ પટેલ મૂળ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. હિતેષે બનાવટી ચલણી નોટ બનાવી હોવાનું તેના ધ્યાને આવતાં જ તેણે ઘટના બની તેના 15થી 20 દિવસ અગાઉ રૂપિયા એક લાખમાં તેની પાસેથી 15 કરોડની બનાવટી ચલણી નોટ ખરીદી હતી. જોકે, નોટનો કોઈ પણ જગ્યાએ નાણાંકીય વ્યવહારમાં ઉપયોગ કર્યો હોવાનો ઈન્કાર કર્યો છે.

આમ છતાં પોલીસ આ તમામ પાસાંઓ પર પણ બારીકાઈપૂર્વક તપાસ હાથ ધરી રહી છે. અને એટલે જ પોલીસે તેના ઘરમાં હાથ ધરેલાં સર્ચ ઓપરેશનમાં આરોપી બિલ્ડરના પુત્રએ રૂપિયા 11.40 કરોડ પોલીસને સોંપ્યા હતા. જે પોલીસે હાલ રિકવર કર્યા છે. જોકે, બાકીની બનાવટી ચલણ તેણે નદીમાં વહાવી દીધા હોવાનું કહી રહ્યો છે. હાલમાં પોલીસ દ્વારા તેના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

સુરતના કામરેજ પોલીસે જામનગરના કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામેથી સ્ટીલની 19 પેટીમાં ઘાસ નીચેથી સંતાડેલી રૂપિયા 100 કરોડની ડુપ્લીકેટ નોટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે અત્યાર સુધી આણંદના એક શખસ સહિત કુલ ત્રણની ધરપકડ કરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆણંદ-તારાપુરમાં ગરબા જોવા ગયેલા પરિવારના ઘરમાંથી 3.76 લાખની ચોરી થઇ
Next articleપેટલાદમાં પૂર્વેના ઝગડાની રિસ રાખી ચાર યુવકોએ એક યુવકને માર માર્યો, ચાર યુવક વિરૂદ્ધ નોંધાયો ગુનો