આણંદ સ્થિત ઇરમા ખાતે એલઆઈસી-ઇરમા સોશ્યલ ટ્રેલબ્લેઝર પ્રોગ્રામ હેઠળ શોર્ટલીસ્ટેડ સ્ટાર્ટઅપસ માટે પિચિંગ સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે એલઆઈસીના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. ઇરમા દ્વારા એલઆઈસી હાઉસીંગ ફાયનાન્સ લિમિટેડના સમર્થન સાથે એલઆઈસી – ઇરમા સોશિયલ ટ્રેલબ્લેઝર પ્રોગ્રામ હેઠળ શોર્ટલીસ્ટેડ સ્ટાર્ટઅપ્સ માટે પિચિંગ સત્રનું ઉદ્દઘાટન કર્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન મિનેશ શાહ, અતિથિ વિશેષ તરીકે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વાઇસ પ્રેસિડેન્ટ ડો. મનીષ મિશ્રા હાજર રહ્યાં હતાં.
આ ઉપરાંત ઇરમાના ડિરેક્ટર ડો. ઉમાકાંત દાસ, એલઆઈસી હાઉસીંગ ફાયનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વાય.વી ગૌડ પણ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે મિનેશ શાહે જણાવ્યું હતું કે, ગ્રામીણ સમૃદ્ધિ હાંસલ કરવા માટે અમારે સામાજિક આધાર સાથે વધુ સાહસોની જરૂર છે. આ કાર્યક્રમ સામાજિક રીતે સભાન નેતાઓને ઉછેરશે.
આજનો યુવા વર્ગ લોકો પ્રત્યે વધુ જાગૃત છે અને માત્ર નફો જ નહીં, તે આવા સાહસો છે જે પ્રગતિના ફળને છેલ્લા માઇલ સુધી લઇ જશે. ઇરમાના ઇન્ક્યુબેટર આઈસીડએ આ ઇવેન્ટની તૈયારી માટે છ મહિનામાં દેશભરના 170થી વધુ સામાજિક સ્ટાર્ટઅપ્સ સાથે કામ કર્યું હોવાનું જણાવ્યું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.