Home દેશ - NATIONAL યોગી સરકારનો મોટો નિર્ણયઃ ખેડૂતોનું 1 લાખ સુધીનું દેવું માફ કરવાની જાહેરાત

યોગી સરકારનો મોટો નિર્ણયઃ ખેડૂતોનું 1 લાખ સુધીનું દેવું માફ કરવાની જાહેરાત

335
0

(જી.એન.એસ),તા. ૪
લખનઉ: ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક આજે (મંગળવારે) સાંજે મળી હતી. બેઠકમાં સીએમ યોગી આદિત્યનાથ તેમજ બંને ડેપ્યુટી સીએમ હાજર રહ્યા હતા. બેઠકમાં ખેડૂતોના દેવા માફીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. યોગી સરકારે એક લાખ સુધીનું ખેડૂતોનું દેવું માફ કરવાનો નિર્ણય કર્યો છે. કહેવાય છે કે મોદીએ યુપીની જનતાને આપેલું વચન પાળવા માટે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. ખેડૂતોના દેવું માફ કરવા માટે યોગી સરકાર 36 હજાર કરોડ રૂપિયા આપશે. 2.15 કરોડ ખેડૂતોને આ જાહેરાતનો લાભ મળશે.
સામાન્ય રીતે કોઈ મુખ્યપ્રધાન કેબિનેટની શપથવિધિના પ્રથમ સપ્તાહમાં જ કેબિનેટની બેઠક બોલાવતો હોય છે. પરંતુ યોગી આદિત્યનાથની તા. 19મી માર્ચના શપથવિધિ બાદ પ્રથમ બેઠક તા. 4 એપ્રિલના મળી રહી છે. આ બેઠકમાં પૂર્વ ઉત્તર પ્રદેશના વિકાસ માટે બોર્ડ, માંસના વેપારીઓને લાઈસન્સ, ગેરકાયદેસર કતલખાના સામે કાર્યવાહી, ખાનગી શાળાઓમાં ફીનું નિયંત્રણ વગેરે જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે, તેવી શક્યતા છે.
પોલિટિકલ એક્સપર્ટ શ્રીધર અગ્નિહોત્રીએ divyabhaskar.com સાથે વાતચીતમાં જણાવ્યું કે, પ્રથમ કેબિનેટમાં નાના ખેડૂતોની દેવા માફીની જાહેરાત પર બધાયની નજર રહેશે. યોગી સરકારના આ નિર્ણયથી અઢી કરોડ નાના અને સીમાંત ખેડૂતોને લાભ થશે. યુપીના ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે, ઉત્તર પ્રદેશ કેબિનેટની પ્રથમ બેઠકમાં ઉત્તર પ્રદેશના ખેડૂતોનું દેવું માફ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. યુપીમાં યોગી સરકારના ગઠન બાદ નાણાપ્રધાન અરૂણ જેટલી તથા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ચેરમેન અરુંધતિ ભટ્ટાચાર્યે આ નિર્ણયને અર્થતંત્ર અને બેન્કો માટે બોજારૂપ ગણાવ્યો હતો. જેના પગલે આશંકા ઊભી થઈ હતી કે, પ્રથમ કેબિનેટમાં આ અંગે નિર્ણય લેવાશે કે નહીં? હવે, ઉત્તર પ્રદેશ સરકારે આંતરિક સાધનો દ્વારા નાણા ઊભા કરવાનું જાહેર કર્યું છે. અગ્નિહોત્રીના જણાવ્યા પ્રમાણે, ” આ નિર્ણયનો અમલ પડકારજનક બની રહેશે. કારણ કે, દેવું માફ કર્યાં બાદ સરકારે આ રકમ ભરવાની રહેશે. આ માટેની કવાયત માટે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ શપથ ગ્રહણથી કામે વળગ્યાં છે.” “યુપીમાં છેલ્લા બે વર્ષોથી રવી પાક સતત નિષ્ફળ થઈ રહ્યો છે. જેના કારણે રાજ્યના ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. તેમની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે.” એગ્રીકલ્ચર સેન્સસ 2010-2011 પ્રમાણે, રાજ્યમાં લગભગ 2.30 કરોડ ખેડૂતો છે. જેમાંથી 2.15 કરોડ ખેડૂતો નાના અને સીમાંત છે.
અગ્નિહોત્રીના જણાવ્યા પ્રમાણે, “7મા પગાર પંચની ભલામણો લાગુ થવાને કારણે રાજ્ય સરકાર પર રૂ. 25 હજાર કરોડનો વાર્ષિક અતિરેક ભાર પડશે.” આ ખર્ચનું વહન કરવા માટે નાણા મંત્રાલયની યોજના હેઠળ ‘ટ્રાન્સફર-ટુ-સ્ટેટ’ હેઠળ સહાય લેવી પડશે. ખેડૂતોનું દેવું માફ કરવા માટે રાજ્ય સરકારે વધારાની લોન લેવી પડશે.” “ત્યારે યોગી સરકારે કેન્દ્ર પાસેથી વધારાની રકમ માટે બોન્ડ તથા તેની ઉપરના વ્યાજની રકમ FRBM એક્ટ હેટળ લોન લિમિટથી છૂટ આપવા વિનંતી કરશે.” રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા મારફત બોન્ડ લેવા માટે રાજ્ય સરકારે કેન્દ્રની મંજૂરી લેવાની હોય છે. FRBM હેઠળ, ચોક્કસ નાણાકીય વર્ષ માટે રાજ્ય સરકારની લોન લેવાની ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે. લોનની રકમનો ઉપયોગ વિકાસના કામો માટે કરવામાં આવે છે.
સોમવારે મોડીરાત્રિ સુધી યોગીએ લીધી શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ક્લાસ, અત્યાર સુધીના મહત્વપૂર્ણ નિર્ણયો તથા બેઠકમાં થનારી અન્ય ચર્ચાઓ અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકોએ બેંકમાંથી ૨ લાખથી વધુ રોકડ ઉપાડવાનું ટાળ્યું
Next articleઅમદાવાદમાં ફી નિયમન બીલના ચુસ્તપણે અમલ માટે વાલીઓનું પ્રદર્શન