Home ગુજરાત આજે તારીખ 9 એપ્રિલ 2024 ચૈત્રી નવરાત્રીની શરૂઆત અને 17 એપ્રિલ 2024...

આજે તારીખ 9 એપ્રિલ 2024 ચૈત્રી નવરાત્રીની શરૂઆત અને 17 એપ્રિલ 2024 રામનવમી સાથે પૂર્ણ થશે..

107
0

(જી.એન.એસ),તા.૦૮

નવરાત્રી દરમિયાન નવદુર્ગાના પૂજન

1.  નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપુત્રી માતાજીનું પૂજન કરવામાં આવે છે.

2.  નવરાત્રી ના બીજા દિવસે બ્રહ્મચારીની માતાજીનું પૂજન કરવામાં આવે છે.

3.  નવરાત્રીના ત્રીજા દિવસે ચંદ્રઘંટા માતાજીનું પૂજન કરવામાં આવે છે.

4.  નવરાત્રીના ચોથા દિવસે કુષ્માંડા માતાજીનું ભોજન કરવામાં આવે છે.

5.  નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદમાતાજીનું પૂજન કરવામાં આવે છે.

6.  નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યાયની માતાજીનું પૂજન કરવામાં આવે છે.

7.  નવરાત્રીના સાતમા દિવસે કાલ રાત્રી માતાજીનું પૂજન કરવામાં આવે છે.

8.  નવરાત્રીના આઠમા દિવસે મહાઘરી માતાજીનું પૂજન કરવામાં આવે છે.

9.  નવરાત્રીના નવમા દિવસે સિદ્ધિદાત્રી માતાજીનું પૂજન કરવામાં આવે છે.

શાસ્ત્રોમાં 4 નવરાત્રીનું વિશેષ મહત્વ છે, ચૈત્ર માસમાં આવતી ચૈત્રી નવરાત્રી, આસો માસમાં આવતી શારદિય નવરાત્રી માગ અને અષાઢ માસમાં આવતી ગુપ્ત નવરાત્રી. આ ક્યારેય નવરાત્રીમાં, ચૈત્ર માસમાં આવતી ચૈત્રી નવરાત્રી એ સાધના અને ઉપાસનાનું પર્વ છે, ચૈત્રી નવરાત્રીમાં કરેલી પૂજા અર્ચના અને માતાજીની સાધના ને શ્રેષ્ઠ ફળદાઈ ગણવામાં આવે છે. નવરાત્રી એટલે આત્મબળ, આત્મ ઉર્જા અને માતાજી તરફથી આશીર્વાદ પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સમય છે.

જીવનમાં રહેલ કષ્ટ, આધીવ્યાધિ, ઉપાધિ, ગ્રહ પીડાઓ, દરિદ્રતા, સંતાન સંબંધી પીળાઓ, શક્તિની ઉપાસનાથી તમામ દૂર થાય છે અને એજ શક્તિની ઉપાસની માટે નવરાત્રી માં કરેલ પૂજા અર્ચના એ સૌથી ઉત્તમ અવસર છે. જાતકોને શનિ મહારાજની પનોતી હોય રાહુ ઉપદ્રવ જનક હોય અથવા જન્મકુંડળી ની અંદર અશુભ દોષો હોય દરેક ઉપદ્રવમાંથી શાંતિ પ્રાપ્ત કરવા ખાસ કરીને નવરાત્રી દરમિયાન ચંડીપાઠ દેવીયાગ નવચંડી યજ્ઞ, હવન, પૂજા અર્ચના કરવાથી લાભ મળે છે અને તકલીફોથી ઉભરવામાં ખૂબ જ લાભકારી નીવડે છે.

આમ નવરાત્રીને નવ દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપોનું પૂજન અર્ચન કરવા માટે લાલ પુષ્પ, ધૂપ, દીપ અને ખીરનું નૈવેધ અર્પણ કરી તેમનું વિશેષ રૂપથી પૂજન કરવામાં આવે છે.  નવરાત્રી દરમિયાન પોતાની કુળદેવી નું પૂજન કરવું તેનું પણ એક અતિ વિશેષ મહત્વ છે. કુળદેવી માતાજીનું પૂજન નું વિશેષ મહત્વ એટલા માટે છે કે તેમાં આપણા કુળનું આપણા પરિવાર ની આસ્થા અને ભક્તિ ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હોય છે, તેમજ કુળદેવી ના આશીર્વાદ થી આપણા પરિવારને અને કુળને સુખ, શાંતિ, માન મર્યાદા, પ્રતિષ્ઠા અપાવવામાં ખૂબ જ મહત્વનો ફાળો હોય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદના આઇકોનિક એરપોર્ટ રોડ ખાતે પ્રથમ વખત મતદાન કરનાર વિધાર્થિનીઓ દ્વારા ‘મતદાન જાગૃતિ’ રેલી યોજાઈ
Next articleલોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા માટે 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1210 ઉમેદવારો ચૂંટણી લડશે