રોંગ સાઈડમાં વહાનો ચલાવવાથી શહેરમાં થતાં અકસ્માતો અટકાવા
(જી.એન.એસ) તા. 21
અમદાવાદ,
અમદાવાદ શહેરમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈને હવે ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા આજ (22/06/2024) થી 30/06/2024 સુધી એક સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવશે. જેમા રોંગસાઇડ વાહન ચલાવતા વાહનચાલકોને ફક્ત દંડવામાં નહીં આવે, પરંતુ પોલીસ કેસ પણ કરવામાં આવશે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની આ ટ્રાફિક ડ્રાઇવથી શહેરમાં ટ્રાફિક ની સમસ્યામાં પણ સુધારો થશે સાથેજ રોંગ સાઇડવાળા માટે આ રાઇટ પગલું લેવામાં આવશે. શહેરમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોના પગલે આ ડ્રાઇવ યોજાશે. શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ સાથે મળીને ડ્રાઇવ યોજશે.
રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહન ચાલકોને પકડીને તેમની સાથે કલમ 279 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવશે. આ ગુનામાં વાહનચાલકની ધરપકડ થશે. આ ગુનામાં પકડાયેલા વાહન ચાલકે જામીન લેવા પડશે.
ટ્રાફિક જેસીપી એન.એન. ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરમાં વધતાં જતાં અકસ્માતોના પગલે આ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવનાર છે. આ ડ્રાઇવ શહેરના એસ.જી. હાઇવે સહિતના મોટા રસ્તાઓથી શરૂ કરવામાં આવશે. તેના પછી અંદરના રસ્તાઓ પર પણ ડ્રાઇવ યોજાશે. ડ્રાઇવ દરમિયાન વાહન ચાલકોને દંડવાની જગ્યાએ કેસ કરવામાં આવશે. આ ગુનામાં પકડાયેલા વાહનચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.