Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી આગામી દિવસોમાં તહેવારો દરમ્યાન આતંકી હુમલાની સંભાવના હોવાના ઈનપુટ મળતા ભારતની સુરક્ષા...

આગામી દિવસોમાં તહેવારો દરમ્યાન આતંકી હુમલાની સંભાવના હોવાના ઈનપુટ મળતા ભારતની સુરક્ષા એજન્સીઓ થઈ વધુ એલર્ટ

41
0

(જી.એન.એસ) તા. 21

જમ્મુ/નવી દિલ્હી,

આગામી દિવસોમાં દેશમાં તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે આતંકી હુમલાની સંભાવના હોવાના ઈનપુટ મળતા આપણા દેશની સુરક્ષા એજન્સીઓ વધુ એલર્ટ થઈ ગઈ છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI આ તહેવારો દરમિયાન પંજાબમાં આતંકી હુમલાની તૈયારીમાં વ્યસ્ત છે. આ માટે ભંડોળ અને હથિયારોનો એક કન્સાઈનમેન્ટ પણ મોકલવામાં આવ્યો છે. આ હથિયારો આતંકવાદી-ગેંગસ્ટરની સાંઠગાંઠની મદદથી પહોંચાડવામાં આવ્યા છે.

આ ઈનપુટ બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે. પોલીસ અને અન્ય એજન્સીઓ પઠાણકોટથી પાકિસ્તાનની સરહદે આવેલા ફાઝિલ્કા સુધીના વિસ્તારો પર નજર રાખી રહી છે. આતંકવાદીઓ, દાણચોરો અને ગેંગસ્ટરોની ધરપકડ પણ ચાલુ છે. ખાસ કરીને સુરક્ષા એજન્સીઓ જમ્મુ-કાશ્મીરને અડીને આવેલા પઠાણકોટ અને ગુરદાસપુર જિલ્લાઓ પર ચાંપતી નજર રાખી રહી છે. ગુપ્તચર એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે, ડ્રોન દ્વારા ISIએ ભારતીય ક્ષેત્ર પર IEDની સાથે રાઈફલ અને પિસ્તોલ છોડી દીધી છે. સુરક્ષા એજન્સીઓ હથિયારોની રિકવરી સાથે દાણચોરો અને ગેંગસ્ટરોને પકડવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ માટે જૂના આતંકવાદીઓના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે.

શનિવારે વહેલી સવારે લગભગ 4 વાગ્યે તોફાની તત્વોએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવતા પોસ્ટરો ફેંક્યા અને પઠાણકોટના ઢાકાઈ રોડ પર એક ઈનોવા કારના કાચ પણ તોડી નાખ્યા. હાથથી બનેલા પોસ્ટર પર લખ્યું છે કે અમે પઠાણકોટની સરકારી ઓફિસોને ઉડાવી દઈશું. આ સિવાય અન્ય સ્થળોને પણ નિશાન બનાવવામાં આવશે. કારના કાચ તૂટવાનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો બહાર આવ્યા હતા. લોકોએ જણાવ્યું કે તેઓએ ચાર યુવકોને સ્થળ પરથી ભાગતા જોયા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. એસએસપી સોહેલ કાસિમે કહ્યું કે પ્રાથમિક તપાસમાં આ કોઈ વ્યક્તિની તોફાન હોવાનું જણાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહેસાણામાં રાધનપુર હાઈવે પર ટેન્કર રીક્ષાને ટક્કર મારતા દંપતીનું મોત થયું જયારે અન્ય બે વ્યક્તિઓ ગંભીરપણે ઘાયલ
Next articleબનાસકાંઠા જિલ્લામાંથી ગેરકાયદેસર યૂરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ