Home વ્યાપાર જગત આગામી દિવસોમાં એપ્રિલ મહિનાના ફુગાવાના જાહેર થનારા આંક અને માર્ચ મહિના માટેના...

આગામી દિવસોમાં એપ્રિલ મહિનાના ફુગાવાના જાહેર થનારા આંક અને માર્ચ મહિના માટેના ઔદ્યોગિક ઉત્પાદન ના જાહેર થનારા આંક પર ભારતીય શેરબજારની નજર…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૫.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪૮૩૫.૫૮ સામે ૫૪૧૮૮.૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૩૯૧૮.૦૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૭૭.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૪.૯૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૪૪૭૦.૬૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૪૧૯.૪૦ સામે ૧૬૨૫૫.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૧૫૩.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૪.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૯.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૩૦૯.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. અમેરિકી શેરબજારમાં ઘટાડા પાછળ આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. વિશ્વ અસાધારણ ફુગાવા-મોંઘવારીની કટોકટીમાં ફસાતું જઈ રહ્યું હોઈ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં વધારા બાદ યુ.એસ.ફેડરલ રિઝર્વ અને બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજ દરોમાં વધારો કરાયા સાથે વૈશ્વિક મોટી મંદીના સંકેત આપતાં વૈશ્વિક બજારોમાં લિક્વિડિટી ઘટવાના અંદાજો વચ્ચે ફંડોએ આજે પાવર, યુટિલિટીઝ, એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ફંડોએ મોટી વેચવાલી કરતાં અને કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ શેરોમાં ઘટાડા સાથે બીએસઇ સેન્સેક્સ ૩૬૪ પોઈન્ટ ઘટીને અને નિફટી ફ્યુચર ૧૦૯ પોઈન્ટ તૂટીને બંધ રહ્યા હતા.

ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી સાથે ઈન્ડિયા એક્ઝિટને કારણે આજે ભારતીય શેરબજારમાં ભારે અફડાતફડી સાથે ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત રહી હતી. અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડસમાં વધારાને કારણે ભારતીય શેરબજારમાથી સતત મૂડીનો આઉટફલોઝ જોવા મળી રહ્યો છે. વિશ્વ બજારમાં વ્યાજ દરોમાં વધારોએ ઈક્વિટીઝ જેવી જોખમી બજારોમાંથી નાણાં પાછી ખેંચી લેવાની નેગેટિવ અસરે અસરે આજે ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૩.૨૬ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૧.૯૧ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૮૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, ટેક અને આઇટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૬૮ અને વધનારની સંખ્યા ૧૦૦૬ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વર્તમાન વર્ષનું ચોમાસુ સારુ રહેવાની આગાહી અને સરકાર દ્વારા ગ્રામ્ય રોજગાર યોજના જેવા કાર્યક્રમો પાછળ વધુ ખર્ચ કરવાની યોજનાને પગલે  વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળાથી ઉપભોગ માલસામાનની માગમાં વધારો થવાની અપેક્ષા રાખવામાં આવે છે. કોરોના છતાં ૨૦૨૦ તથા ૨૦૨૧માં કૃષિ ક્ષેત્રની કામગીરી સારી રહી હતી પરંતુ વિવિધ રાજ્યોમાં સરકારી નિયમનોને કારણે માગમાં અપેક્ષિત વૃદ્ધિ રહી નહોતી. આ વર્ષે કોરોનાને લગતા કોઈ પ્રતિબંધો નથી અને સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો પાછળ વધારાના ખર્ચને ધ્યાનમાં રાખતા જુનના અંતથી અથવા તો જુલાઈના પ્રારંભથી ગ્રામ્ય વિસ્તારમાં માગ નીકળવાની આશા છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ખેડૂતો ખાસ કરીને ઘઉંના ખેડૂતોને તેમના પાકના સારા પૈસા મળી રહ્યા છે, જેને લઈને તેમનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દેશમાં ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી)ના કુલ વેચાણમાંથી ૩૫ ટકાથી વધુ વેચાણ ગ્રામ્ય વિસ્તારમાં થાય છે. કોરોનાને લગતા પ્રતિબંધો હળવા થતાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરો તરફ રોજગારમાં ફરી વધારો થયો છે. આમ શ્રમિકોના હાથમાં વધુ નાણાંનો પ્રવાહ છેવટે ગ્રામ્ય વિસ્તારમાં વસતા તેમના પરિવારો તરફ જતો જોવા મળશે. એફએમસીજી ઉપરાંત ઓટો સેકટર માટે પણ ગ્રામ્ય માગ મહત્વની બની રહે છે. ઓટો ક્ષેત્ર ખાસ કરીને ટુ વ્હીલર્સની માગ હજુપણ ૨૦૧૯ની સરખામણીએ વર્તમાન વર્ષમાં નીચી છે. ગ્રામ્ય અર્થતંત્ર ટુ વ્હીલર્સની માગ માટે મહત્વનું ગણવામાં આવે છે. આગામી દિવસોમાં ફોરેન ફંડો અને લોકલ ફંડોના રોકાણ પ્રવાહ પર નજર સાથે એપ્રિલ મહિનાના ફુગાવાના જાહેર થનારા આંક અને માર્ચ મહિના માટેના ઔદ્યોગિક ઉત્પાદન અને મેન્યુફેકચરીંગ પ્રોડકશનના જાહેર થનારા આંક પર ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રિયંકા ચોપરાએ પહેલીવાર પોતાની દીકરી માલતીની તસ્વીર શેર કરી
Next articleશ્રીલંકામાં હિંસામાં સાંસદ સહિત ૫ લોકોના મોત
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.