Home ગુજરાત આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતા સમયે ખેડૂતોએ છેતરપીંડીથી બચવા...

આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતા સમયે ખેડૂતોએ છેતરપીંડીથી બચવા કાળજી રાખવી

34
0

ગુજરાત રાજ્યના ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં પાક વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે છેતરપીંડીથી બચવા માટે કેટલીક કાળજી રાખવાની થતી હોય છે.

ગુજરાત રાજ્યના ખેતી નિયામકના જણાવ્યા અનુસાર ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિ, પેઢી કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી.

વધુમાં જણાવ્યાનુસાર બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને તેની મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે લેવાનો આગ્રહ રાખવો. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ છે કે કેમ, તે બાબતે પણ ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા 4જી અને 5જી જેવા જુદા-જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જે તે જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ પણ ખરીદેલ બિયારણનું પેકેટ કે થેલી અને તેનું બીલ સાચવી રાખવુ જરૂરી છે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી
Next articleઅરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુના નેતૃત્વમાં અરુણાચલના કોમ્યુનિટી બેઈઝ્ડ ઓર્ગનાઈઝેશનના સભ્યોનો ગુજરાત પ્રવાસ