(જી.એન.એસ),તા.૦૩
મુંબઈ,
આઈપીએલ 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્રેક્ટિસ કરવા મેદાનમાં ઉતરી છે. સીએસકેનો પ્રેક્ટિસ કેમ્પ ચેન્નાઈમાં યોજાવા જઈ રહ્યો છે. આ પ્રેક્ટિસ કેમ્પ માટે દીપક ચહર અને ઋતુરાજ ગાયકવાડ સહિત કેટલાક સ્ટાર ખેલાડીઓ ચેન્નાઈ પહોંચી ચૂક્યા છે. દીપક ચાહર અને ઋતુરાજ ગાયકવાડ માટે આઈપીએલ 2024 ખુબ મહત્વની રહેશે. આ બંન્ને ખેલાડીઓ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી ભારતીય ટીમમાં સ્થાન બનાવવા માંગશે. ચાહરે ગત્ત વર્ષ ડિસેમ્બર બાદ કોઈપણ ફોર્મેટમાં ક્રિકેટ રમી નથી.
ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 5 વખત ટાઈટલ જીતી ચૂકી છે. ચેન્નાઈની ટીમ આઈપીએલ 2024ની શરુઆત 22 માર્ચના રોજ રોયલ ચેલેન્જર બેંગ્લોર વિરુદ્ધ કરશે. ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના આગમનની હજુ પુષ્ટી થઈ નથી. સિમરજીત સિંહ (ફાસ્ટ બોલર), રાજવર્ધન હંગરગેકર (ઓલરાઉન્ડર), મુકેશ ચૌધરી (ફાસ્ટ બોલર), પ્રશાંત સોલંકી (સ્પિનર), અજય મંડલ (ઓલરાઉન્ડર) અને દીપક ચહર (ફાસ્ટ બોલર) આ તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ શરુ કરી દીધી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.