Home રમત-ગમત Sports આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર

આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર

132
0

મુંબઈ ઈન્ડિયન્સની પહેલી જીત બાદ 2 ટીમોને નુકસાન થયું

(જી.એન.એસ),તા.૦૮

મુંબઈ,

આઈપીએલ 2024માં રવિવારના દિવસે ડબલ હેડર મેચ રમાઈ હતી. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. બીજી મેચ લખનૌ સુપર જાયન્ટસ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. ડબલ હેડર મેચની પહેલી મેચમાં મુંબઈએ જીત મેળવી હતી. તો બીજી મેચ લખનૌ સુપર જાયન્ટસની ટીમના નામે રહી હતી. આ બંન્ને મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલ 2024ની પહેલી જીત મળી ગઈ છે. આ જીતની સાથે પોઈન્ટ ટેબલમાં પણ ફાયદો થયો છે. આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 10માં સ્થાન પર હતી, પરંતુ હવે 2 પોઈન્ટની સાથે 8માં સ્થાન પર આવી ગઈ છે. આ મેચમાંથી મળેલી હાર બાદ દિલ્હી કેપિટલ્સને નુકસાન થયું છે. દિલ્હીની સાથે સાથે આરસીબીની ટીમને પણ મોટું નુકસાન થયું છે.

દિલ્હી કેપિટલ્સની ટીમે આ સીઝનમાં અત્યારસુધી 5 મેચ રમી છે. જેમાં તે માત્ર એક મેચ જીતી શકી છે અને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચોથી હાર બાદ તે 10માં સ્થાને આવી ગઈ છે. આ મેચ પહેલા તે 9માં સ્થાને હતી. આરસીબીની ટીમ હવે 9માં સ્થાને પહોંચી ગઈ છે. જે આ મેચ પહેલા 8માં સ્થાને હતી. આરસીબીએ અત્યાર સુધી રમેલી 5 માંથી માત્ર એકમાં જીત મેળવી છે, પરંતુ તે રન રેટના કારણે દિલ્હીથી એક સ્થાન ઉપર છે. લખનૌ સુપર જાયન્ટસને ગુજરાત વિરુદ્ધ મળેલી જીત બાજ પોઈન્ટ ટેબલમાં ફાયદો થયો છે. લખનૌની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર આવી ગઈ છે. લખનૌએ આ સીઝનમાં અત્યારસુધી 4 મેચ રમી છે અને 3 મેચમાં જીત મેળવી છે. ગુજરાતની ટીમ 5માંથી જીત હાર અને 3 હારની સાથે પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાન પર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅદાણી ગ્રૂપની રિન્યુએબલ એનર્જી અને સોલાર અને વિન્ડ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ઉભરતા સેક્ટરમાં રોકાણ કરવાની યોજના
Next articleઅમદાવાદ જિલ્લામાં EVM અને વીવીપેટની ફાળવણી પ્રક્રિયાનો પ્રારંભ થયો