Home રમત-ગમત Sports આઈપીએલમાં પંજાબ કિંગ્સના સ્પિનર હરપ્રીત બરારના ફાસ્ટ બોલ પર નોન સ્ટ્રાઈક પર...

આઈપીએલમાં પંજાબ કિંગ્સના સ્પિનર હરપ્રીત બરારના ફાસ્ટ બોલ પર નોન સ્ટ્રાઈક પર વિરાટ કોહલી પરેશાન હતો

147
0

વિરાટ કોહલીએ 77 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી અને મેન ઓફ ધ મેચ જાહેર થયો

(જી.એન.એસ),તા.૨૬

મુંબઈ,

ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલમાં બીજી મેચમાં જ વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. હવે આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય સ્કવોર્ડમાં વિરાટ કોહલીનું સ્થાનું લગભગ પાક્કું છે. આઈપીએલમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ 25 મેના રોજ 77 રનની ઈનિગ્સ રમ્યા બાદ વિરાટ કોહલીએ ટિપ્પણી કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. મેન ઓફ ધ મેચ એવોર્ડ લેવા પહોંચેલા વિરાટે જે અંદાજમાં હર્ષ ભોગલેના સવાલોના જવાબ આપ્યા તેમાં તેનું કોન્ફિડન્સ સ્પષ્ટ જોવા મળતું હતુ. વિરાટ કોહલીએ 77 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી અને મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. વિરાટ કોહલી હાલમાં ઓરેન્જ કેપમાં ટોપ પર છે.

બેગ્લુરુંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ વચ્ચે હોળીની રાત્રે મેચ રમાય હતી. આ મેચ દરમિયાન પંજાબના સ્પિનિર હરપ્રીત બરારે પોતાની બોલિંગથી સૌ કોઈને પ્રભાવિત કર્યા છે. હરપ્રીતે પોતાની 4 ઓવરમાં માત્ર 13 રન આપ્યા હતા અને 2 વિકેટ લીધી હતી. હરપ્રીતે રજત પાટીદાર અને ગ્લેન મેક્સવેલને આઉટ કર્યા હતા.આરસીબીની ઈનિગ્સની 13મી ઓવર સુધી હરપ્રીત આવ્યો તો તે સમયે સ્ટ્રાઈક પર ગ્લેન મેક્સવેલ હતો અને નૉન સ્ટ્રાઈકર પર વિરાટ કોહલી હતો.

ઓવર વચ્ચે મળેલા બ્રેકથી વિરાટ કોહલી ખુશ જોવા મળતો ન હતો. જ્યારે બોલર બોલિંગ કરવા તૈયાર થયો તો નોન સ્ટ્રાઈક પર ઉભલા વિરાટ કોહલીએ કહ્યું ભાઈ શ્વાસ તો લેવા દો. વિરાટે પંજાબીમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. ગ્લેન મેક્સવેલ આ સાંભળીને હસવા લાગે છે. જો આપણે મેચની વાત કરીએ તો પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કર્યા બાદ 20 ઓવરમાં 6 વિકેટ પર 176 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આરસીબીએ 19.2 ઓવરમાં 6 વિકેટ પર 178 રન બનાવી 4 વિકેટથી મેચ પોતાને નામ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ “બડે મિયાં છોટે મિયાં”નું ટ્રેલર રીલીઝ થઇ ગયું
Next articleપંજાબ કિંગ્સને હરાવ્યા બાદ વિરાટ કોહલીએ વીડિયો કોલ પર બાળકો સાથે વાત કરી