Home રમત-ગમત Sports આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતે ભાગ લેવો કે નહીં તે માટે...

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતે ભાગ લેવો કે નહીં તે માટે અમે ભારતીય ક્રિકેટ બોર્ડને તેમની સરકારની નીતિની વિરુદ્ધમાં નિર્ણય લેવાનું કહીશું નહીં : ICC

48
0

(જી.એન.એસ),તા.૧૬

વોશિંગ્ટન/નવીદિલ્હી,

આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આઇસીસીનું હાઇબ્રિડ મોડેલ ભારત માટે વિકલ્પ રહેશે કેમ કે તેમાં ભારતે ભાગ લેવો કે નહીં તેનો નિર્ણય અમે લઈ શકીએ નહીં કેમ કે અમે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ને તેમની સરકારની નીતિની વિરુદ્ધમાં નિર્ણય લેવાનું કહીશું નહીં તેમ આઇસીસીની કારોબારીના શક્તિશાળી એક્ઝિક્યુટિવ બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું. આઇસીસીની બોર્ડની બેઠક હાલમાં દુબઈ ખાતે ચાલી રહી છે. આ બેઠકના એજન્ડામાં 2025ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ ન હતો પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચેરમેન મોહસીન નક્વીએ આ મામલે તેઓ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને આઇસીસીના કેટલાક મોખરાના હોદ્દેદારો આ સાથે આ સમયમાં ચર્ચા કરવા માગીશ અને તેમની પાસેથી કેટલીક ખાતરી માગીશ. જોકે આ અંગે નામ જાહેર નહીં કરવાની શરતે આઇસીસીના બોર્ડના સદસ્યએ જણાવ્યું હતું કે બીસીસીઆઈ દ્વારા આ અંગે કોઈ નિર્ણય ટુર્નામેન્ટ નજીક આવશે ત્યારે જ લેવાશે અને સાથે સાથે પાકિસ્તાનને બદલે યુનાઇટેડ આરબ અમિરાતમાં ટુર્નામેન્ટના આયોજનની શક્યતાને સંપૂર્ણપણે નકારી શકાય નહીં.

બોર્ડની બેઠક દરમિયાન દરેક સદસ્ય પોતાની ચિંતા અંગે ચર્ચાની માગણી કરી શકે છે અને ત્યાર બાદ આ મામલો મતદાન તરફ જઈ શકે છે. પરંતુ જો જે તે ક્રિકેટ બોર્ડની સરકારની નીતિ જે તે ટુર્નામેન્ટ માટે ટીમ મોકલવાની હોય નહીં તો તેમાં આઇસીસીએ કોઈ વિકલ્પ અંગે વિચારણા કરવી જોઇએ તેમ આ પ્રકારની ઘણી બોર્ડ મિટિંગમાં હાજર રહી ચૂકેલા બોર્ડના સદસ્યએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આઇસીસીના બોર્ડની સ્થિતિ એવી છે કે તે કોઈ બોર્ડના દેશની સરકારની નીતિની વિરુદ્ધમાં જઈ શકે નહીં. છેલ્લા કેટલાક સમયમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કરેલો છે અને આ મલ્ટિ નેશન ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારતની ટીમ મોકલવા ભારતીય ક્રિકેટ બોર્ડ પર દબાણ થઈ શકે છે. ભારત આ બાબતે ઇનકાર કરે તો બીસીસીઆઈની વિરુદ્ધમાં મતદાન થવાની શક્યતા ખરી તેવા પ્રશ્નનનો ઉત્તર આપતાં સૂત્રએ જણાવ્યું હતું કે જો સરકારનો આદેશ હોય તો આ પ્રકારની પરિસ્થિતિ ઉદભવવાની નથી. એ ન ભૂલવું જોઇએ કે અન્ય ટીમની સરખામણીએ ભારતની ક્રિકેટ ટીમ પર સુરક્ષાનું જોખમ હંમેશાં વધારે રહેતું હોય છે. તાજેતરમાં જ ભારતની ડેવિસ કપ ટેનિસ ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને ટીમ તથા તેના સપોર્ટ સ્ટાફે ઇસ્લામાબાદની સ્થિતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો તેમ છતાં જ્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને રિશભ પંત જેવા સ્ટાર ક્રિકેટર રમતા હોય ત્યારે સુરક્ષાનું જોખમ ઓર વધી જતું હોય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્લેઓફ મેચોને ચાહકો જોવા ના આવવાને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મજાક બની ગઈ
Next articleવન-ડે અને ટી20 ક્રિકેટમાં સ્ટોપ ક્લોકનો નિયમ, મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024થી કાયમી ધોરણે લાગુ કરવામાં આવશે : ICC