Home મધ્ય ગુજરાત અમદાવાદ આઇફોન-16ને લઈને મુંબઈનાં જ નહીં અમદાવાદનાં લોકો પણ પાગલ થયાં હતા

આઇફોન-16ને લઈને મુંબઈનાં જ નહીં અમદાવાદનાં લોકો પણ પાગલ થયાં હતા

12
0

કેટલાય અમદાવાદી તેના લોન્ચિંગના દિવસે જ તેને ખરીદવા મુંબઈ ગયા, કલાકો સુધી આઇફોનના સ્ટોરની બહાર ઊભા રહીને રાહ જોઈ

(જી.એન.એસ)તા.20

અમદાવાદ,

અમદાવાદીઓમાં આઇફોનને લઈને કેટલો ક્રેઝ છે કે કેટલાય અમદાવાદી તેના લોન્ચિંગના દિવસે જ તેને ખરીદવા મુંબઈ ગયા હતા. તેઓએ રીતસર કલાકોના કલાકો સુધી આઇફોનના સ્ટોરની બહાર ઊભા રહીને રાહ જોઈ હતી. અમદાવાદીઓમાં આઇફોનને લઈને કેટલો ક્રેઝ છે કે કેટલાય અમદાવાદી તેના લોન્ચિંગના દિવસે જ તેને ખરીદવા મુંબઈ ગયા હતા. તેઓએ રીતસર કલાકોના કલાકો સુધી આઇફોનના સ્ટોરની બહાર ઊભા રહીને રાહ જોઈ હતી. પહેલા જેમ ફિલ્મો જોવા માટે લોકો ટિકિટો ખરીદવા માટે લાઇન લગાવતા હતા હવે તેવી જ રીતે આ લાઇન આઇફોનને ખરીદવા માટે લગાવવામાં આવી રહી છે. આ જ રીતે આઇફોન પાછળ પાગલ એક અમદાવાદીએ જણાવ્યું હતું કે તેના માટે અમદાવાદથી મુંબઈ ગયો છે. તેનું કહેવું છે કે, હું છેલ્લા 21 કલાકથી લાઈનમાં ઉભો છું. ગઈકાલે સવારે 11 વાગ્યાથી હું અહીં છું અને સવારે 8 વાગ્યે સ્ટોરમાં પ્રવેશનાર હું પહેલો વ્યક્તિ હોઈશ. હું આજે ખુબ જ ઉત્સાહિત છું. ગયા વર્ષે હું 17 કલાક લાઈનમાં ઊભો હતો. ભારતમાં દિલ્હી અને મુંબઈમાં Appleના બંને સત્તાવાર સ્ટોર્સ સવારે 8 વાગ્યે ખુલ્યા હતા. સામાન્ય રીતે તેઓ 11 વાગ્યે ખુલે છે. એપલના નવા મોબાઇલને ખરીદવા માટે બંને સ્ટોરની બહાર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી હતી. મુંબઈના BKC સ્ટોર પર અક્ષય નામના ગ્રાહકે જણાવ્યું કે તે સવારે 6 વાગ્યે આવ્યો હતો. તેણે 16 Pro Max ખરીદ્યો. કંપનીએ સોમવાર (9 સપ્ટેમ્બર) ના રોજ તેની વર્ષની સૌથી મોટી ઇવેન્ટ માં AI ફીચર્સ સાથે 16 સિરીઝ લૉન્ચ કરી હતી. જેમાં 16, 16 Plus, 16 Pro અને 16 Pro Maxનો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ રેલવે સ્ટેશમાં તસ્કર-બુટલેગરો બેફામ દોઢ મહિનામાં ચોરીના 74, દારૂના 18, ગાંજાના 2 કેસ પકડવામાં આવ્યા
Next articleગણેશ ઉત્સવના ૧૦ દિવસ દરમિયાન ૧૬ ટન પુજાપો એકત્રિત કરી ખાતર બનાવ્યું