(જી.એન.એસ), તા.૪
ચીને સખત વિરોધ નોંધાવ્યો હોવા છતાં તેને બાજુ પર મૂકીને બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા આજથી અરુણાચલ પ્રદેશના પ્રવાસે છે. વેસ્ટ તવાંગથી તેમના પ્રવાસની શરૂઆત થઈ રહી છે. દલાઈ લામાના પ્રવાસ પર ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂએ ચીનને કડક શબ્દોમાં સલાહ આપી દીધી. તેમણે કહ્યું કે ચીને ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ન કરે. રિજિજૂએ દલાઈ લામાના આ પ્રવાસને સંપૂર્ણ રીતે ધાર્મિક પ્રવાસ ગણાવ્યો.
દલાઈ લામાના પ્રવાસને ધાર્મિક પ્રવાસ ગણાવતા કિરણ રિજિજૂએ કહ્યું કે આ પ્રવાસનો કોઈ રાજકીય ઉદ્દેશ્ય નથી. ધર્મગુરુ હોવાના કારણે હજારો લોકોની ઈચ્છા હતી. લોકોની ભાવનાઓને ધ્યાનમાં લઈને દલાઈ લામા અહીં આવ્યાં છે. ભારત એક સ્વતંત્ર દેશ છે અને કોઈ પણ ધર્મગુરુના આવવા જવા પર કોઈ રોક નથી.
અરુણાચલ પ્રદેશને લઈને વિવાદ અંગે પણ કિરણ રિજિજૂએ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે આ રાજ્ય વિવાદાસ્પદ નથી. ભારત ક્યારેય ચીનના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરતું નથી. આવામાં ચીને પણ ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવો ન જોઈએ. દલાઈ લામાને અરુણાચલમાં બોલાવવા એ ભારતનો આંતરિક મામલો છે અને ચીન તેમાં હસ્તક્ષેપ કરવાથી બચે. રિજિજૂએ કહ્યું કે દલાઈ લામા અરુણાચલના હ્રદયમાં વસે છે. સૌથી પહેલા તેઓ અરુણાચલમાં જ આવ્યાં હતાં. 1959થી અત્યાર સુધી લોકો તેમની રાહ જોઈ રહ્યાં છે. છઠ્ઠા લામાનો જન્મ તવાંગમાં થયો હતો આથી અહીંના લોકો દલાઈ લામાને ખુબ પસંદ કરે છે.
આ અગાઉ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું હતું કે ચીન દલાઈ લામાના અરુણાચલ પ્રદેશના પ્રવાસને લઈને ખુબ સજાગ છે. ભારત તરફથી દલાઈ લામાને અરુણાચલ પ્રદેશના પ્રવાસની મંજૂરી આપવાના ફેસલાથી દ્વિપક્ષીય સંબંધો ખરાબ થવાના અણસાર છે. આ ઉપરાંત ચીન-ભારતના સરહદી વિસ્તારોની શાંતિમાં ગડબડી થઈ શકે છે. જો કે ભારતે ચીનના આ હસ્તક્ષેપને કોઈ મહત્વ આપ્યું નહતું.
ભારત સાથે સમગ્ર દુનિયામાં દલાઈ લામાની આધ્યાત્મિક નેતા તરીકે છબી છે પરંતુ ચીન તેમને એક અલગતાવાદી નેતા તરીકે ગણે છે. એટલે સુધી કે ત્યાના અખબારોમાં પણ એવા અહેવાલો છે કે દલાઈ લામાને વિવાદાસ્પદ વિસ્તારનો પ્રવાસ કરવાની મંજૂરી આપવાથી ચોક્કસ રીતે તણાવ પેદા થશે,ક્ષેત્રની સ્થિરતા નબળી થશે અને ભારત-ચીનના સંબંધોમાં ખટાશ પેદા થશે. તેમનું માનવું છે કે ભારત દલાઈ લામાના મુદ્દાનો ઉપયોગ કરીને અનેક રીતે ફાયદો મેળવી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.