Home ગુજરાત અહો…આશ્ચર્યમ્…!!,”હેલારો” અને “રેવા”ને મળવાપાત્ર સબસીડીને પુરસ્કારમાં ખપાવી વાહ વાહ લુંટી..?

અહો…આશ્ચર્યમ્…!!,”હેલારો” અને “રેવા”ને મળવાપાત્ર સબસીડીને પુરસ્કારમાં ખપાવી વાહ વાહ લુંટી..?

930
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.10
બે ગુજરાતી ફિલ્મો હેલારો અને રેવાને રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હરખપદુડા થઇને તેમને અનુક્રમે 2 કરોડ અને 1 કરોડના પુરસ્કારની જાહેરાત કરી પરંતુ તપાસ કરતાં વાસ્તવમાં આ બે ફિલ્મોને ગુજરાતી ફિલ્મ એન્કરેજ પોલિસી-2016 હેઠળ મળવાપાત્ર સબસીડીની જ રકમ છે. જે આપવાનો નિર્ણય અગાઉથી જ લેવાયો છે. સરકારે સબસીડી ઉપરાંત કોઇ વધારાનો પુરસ્કાર બે કરોડ કે એક કરોડ આપી નથી. તેમ છતાં મુખ્યમંત્રીએ તેના વધામણાં કે વધઇ ખાઇને પોતાની પીઠ પોતે જ થાબડવા જેવું કર્યું હોવાનું ફિલ્મ વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બંને ફિલ્મો હેલારો અને રેવાને રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. ફિચર ફિલ્મ ‘હેલારો’ને 2 કરોડ રૂપિયા અને ‘રેવા’ને એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારની ક્વોલિટી બેઝ ફિલ્મ એન્કરેજમેન્ટ પોલિસી 2016 હેઠળ કરેલી જાહેરાત મુજબ બેસ્ટ ફિચર ફિલ્મ અને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ ‘હેલારો’ અને ‘રેવા’ને આપવામાં આવશે.
મુખ્ય મંત્રી રૂપાણીએ ટ્વિટ કરતાં લખ્યુ છે કે, હું ગુજરાતી ફિલ્મોની આખી ટીમને શુભેચ્છાઓ પાઠવું છે. ‘હેલારો’ અને ‘રેવા’એ રાષ્ટ્રીય ફિલ્મનો સન્માનિત એવોર્ડ તેમનાં નામે કર્યો છે. આપણી સરકાર ક્વોલિટી ગુજરાતી ફિલ્મોને સ્પોર્ટ કરવા અને તેને વધાવે છે. આ આપણાં માટે ગર્વની વાત છે. ગુજરાતી સિનેમાએ આવું શ્રેષ્ઠ સન્માન પ્રાપ્ત કર્યુ છે.
આ ટ્વિટ CMO ગુજરાત દ્વારા કરવામાં આવી છે.

CMO Gujarat

@CMOGuj
With great pleasure and pride, Gujarat Govt announces the cash reward of Rs.2-crore to #Hellaro and Rs.1-crore to #Reva under Quality-based Gujarati Film Encouragement Policy-2016 on winning the Best Feature Film and Best Gujarati Film awards respectively at #NationalFilmAwards

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field