‘દિશા વાકાણી સાથે પણ થયો દુર્વ્યવહાર, તે પાછી આવવાની નથી’
(GNS),21
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છેલ્લા ઘણા દિવસોથી વિવાદોમાં ઘેરાયેલું છે. થોડા દિવસ પહેલા શોમાં મિસિસ રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલે પ્રોડ્યુસર અસિત કુમાર મોદી અને અન્ય 2 લોકો પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જેનિફરના આ ખુલાસાથી દરેક લોકો ચોંકી ઉઠ્યા છે. જેનિફર બાદ આ શોમાં ‘બાવરી’નું પાત્ર ભજવતી એક્ટ્રેસ મોનિકા ભદોરિયાએ અસિત મોદી પર નવા ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. આરોપો લગાવ્યા બાદ મોનિકાએ ન્યૂઝ18 શોશાને એક ઈન્ટરવ્યુ આપ્યો અને દિશા વાકાણીના શો છોડવાની વાત કરી.
દિશા વાકાણી (Disha Vakani) ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા જેઠાલાલ ગડાનું પાત્ર ભજવી રહી હતી. તેણે વર્ષ 2017માં મેટરનિટી લીવ લીધી હતી અને બાદમાં શો છોડી દીધો હતો. મોનિકા ભદોરિયાએ જણાવ્યું કે દિશા શોમાં પરત ફરવા માંગતી નથી. તેણે કહ્યું, “મને નથી લાગતું કે કોઈ આ શોમાં પરત ફરવા માંગે છે. તે પાછી આવવા માંગતી નથી. મને લાગે છે.”
મોનિકા ભદોરિયાએ આગળ કહ્યું, “તે (દિશા વાકાણી) પાછી નથી આવી રહી. તે શોની લીડ હતી. તે ઘણા દિવસોથી ગુમ છે. શું તમને નથી લાગતું કે તેણે (અસિત કુમાર મોદી) તેને પરત લાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હશે? પણ તે પાછી આવવા માંગતી નથી.” મોનિકાએ વધુમાં દાવો કર્યો હતો કે અસિત કુમાર મોદીએ દિશા સાથે પણ ખરાબ વર્તન કર્યું હશે.
મોનિકા ભદોરિયાએ વધુમાં કહ્યું, “અસિત કુમાર મોદી દરેક સાથે એક જેવો વ્યવહાર કરે છે. તેણે દિશા વાકાણી સાથે પણ ખરાબ વર્તન કર્યુ હશે. પરંતુ તેણે તેને ક્યારેય ગંભીરતાથી લીધું નથી. તે વસ્તુઓ જતી કરતી હતી. ‘છોડો કોઇ વાત નહીં’, ‘ જવા દો’ અને કોણ જાણો શું-શું. તેણે કહ્યું, “તેઓ તે શોમાંથી પૈસા કમાઈ રહ્યા છે..તેઓ તે શો વિશે કઈ રીતે કશું કહી શકે? જેઓ હવે આ શોનો ભાગ છે તેઓ ક્યારેય બોલશે નહીં. પરંતુ એક દિવસ, તે પણ શો છોડી દેશે.”
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.