Home ગુજરાત અવિરત વરસાદના કારણે જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફલો થયો

અવિરત વરસાદના કારણે જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફલો થયો

8
0

(જી.એન.એસ) તા. 23

જામનગર,

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસો થી મેઘરજ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફલો થયો છે.જામનગર અને ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. જીવાદોરી સમાન ડેમ છલકાતા વિપક્ષના સભ્યોએ નીરના વધામણા કર્યો છે. અવિરત વરસી રહેલા વરસાદ ના કારણે ડેમ છલકાતાં જામનગરની પીવાના પાણીની સમસ્યા નહીં થાય તેવી સંભાવના છે. જેના પગલે સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છે.

ભારે વરસાદને કારણે જામજોધપુર તાલુકાના જસાપર ખાતે આવેલા સોગઠી ડેમમાં ગાબડું પડ્યુ છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દોડતુ થયુ છે. હાલમાં પ્રાંત અધિકારી, મામલતદારે ડેમ સાઇટ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો છે. ગાબડામાંથી લીકેજ ઓછુ કરવા માટે ખાસ કેમિકલનો ઉપયોગ કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરત એરપોર્ટ પરથી એક યુવકને કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા પટ્ટામાં સોનાના બક્કલ સાથે ઝડપી કાર્યવાહી કરી
Next articleશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનું ૨૦૨૪-૨૫ના વર્ષનું બજેટ વિકસિત ભારતનો સુરેખ પથ કંડારતું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ