ડાયરેક્ટર જેમ્સ કેમેરોનની ફિલ્મ અવતાર: ધ વે ઓફ વોટર 16 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ ગઇ છે. અવતાર: ધ વે ઓફ વોટર ફિલ્મ એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર જબરજસ્ત ઓપનિંગ કરી છે. મિડીયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ અવતાર: ધ વે ઓફ વોટરે ડબલ ડિઝિટમાં ઓપનિંગ કરી છે. તમને જણાવી દઇએ કે અવતાર: ધ વે ઓફ વોટર લોકોને ખૂબ જ પસંદ પડી રહી છે. ફેન્સ આ મુવીનો છેલ્લા ઘણાં સમયથી રાહ જોઇ રહ્યા હતા. આખરે ફિલ્મ રિલીઝ થતા દર્શકોની ઇચ્છા પૂરી થઇ ગઇ છે. બોલિવૂડ બોક્સ ઓફિસ ક્લેક્શન અનુસાર ફિલ્મની પહેલા દિવસની કમાણી 40-45 કરોડ રૂપિયા હશે. ખબરોનું માનીએ તો લોકોએ પહેલાંથી જ આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ કરી લીધી હતુ. આ સાથે જ ફિલ્મ રિલીઝ થઇ એ પહેલાં જ 30 કરોડ રૂપિયાનું એડવાન્સ કલેક્શન કરી લીધુ હતુ. ફિલ્મ અવતાર વર્ષ 2009માં રિલીઝ થઇ હતી. ફેન્સ આના બીજા પાર્ટનો 12 વર્ષથી રાહ જોઇ રહ્યા હતા.
અવતાર 2 ભારતમાં 3800થી પણ વધારે સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. અવતાર: ધ વે ઓફ વોટર એ ભારતમાં છ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે જેમાં અંગ્રેજી, તમિલ, મલયાલમ, કન્નડ, તેલુગુ અને હિન્દી ભાષામાં રિલીઝ થઇ છે. મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થવાના થોડા કલાકોમાં જ ફિલ્મ વેબસાઇટો પર ફુલ એચડીમાં લીક થઇ ગઇ છે. જો કે આ દિવસોમાં આ ફિલ્મની ભારે બોલબાલા છે. જો કે હકીકત એ છે કે અવતાર 2 એ મોટાભાગે પોતાના પોઝિટિવ રીવ્યુ જનરેટ કર્યા છે તે સારી રીતે દર્શકો પર પ્રભાવ પાડશે અને તેમને તે વિવેચકોની જેમ ગમશે પણ ખરી. આ તેને વર્ષના બાકીના ભાગમાં બોક્સ ઓફિસ પર શાસન કરવા માટે ખૂબ જ જરૂરી વેગ પણ મળશે. વર્ષ 2009માં આવેલા હોલિવૂડ મૂવી અવતારમાં પણ મુંબઈની પ્રાઇમ ફોકસ કંપનીએ મોટા પ્રમાણમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સનું કામ કર્યુ હતું. તેમાં 1600 વિચિત્ર શોટ્સમાંથી 200 શોટ બનાવીને કંપનીએ અંદાજે 4 મિલિયન એટલે કે 18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.