Home દેશ - NATIONAL અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ, “કોરોનાકાળની સ્કૂલ ફીમાંથી 15 ટકા વાલીઓને પરત આપો”

અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ, “કોરોનાકાળની સ્કૂલ ફીમાંથી 15 ટકા વાલીઓને પરત આપો”

80
0

ગુજરાતમાં સ્કૂલો 5000ની ફી વધારવા માટે તનતોડ પ્રયાસો કરી રહી છે. હવે સરકારના હાથમાં આ નિર્ણય છે કે કેટલા ટકા ફી વધીને જાહેર થશે. સરકારે ફીના ધારા ધોરણો નક્કી કરવા માટે FRC કમિટી નક્કી કરી છે. જે આધારે ફીની જોગવાઈ કરી રહી છે આમ છતાં કેટલીક સ્કૂલો ફી મામલે મનમાની ચલાવી રહી છે અને શિક્ષણ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે. કોરોનાના સમયમાં સ્કૂલ ફી ભરનારા માતાપિતાને અલ્લાહાબાદ હાઇકોર્ટે મોટી રાહત મળી છે. હાઇકોર્ટે કોરોના કાળમાં જમા સ્કૂલ ફીની ૧૫ ટકા માફ કરવા આદેશ આપ્યો છે.. વાલીઓએ શાળામાં જમા ફી પરત કરવા માગ માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. અલ્લાહાબાદ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે કોરોનાકાળમાં જમા કરવામાં આવેલ સ્કૂલ ફી માફ કરવામાં આવે. આ નિર્ણય ચીફ જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ જે જે મુનીરની બનેલી ખંડપીઠે આપ્યો છે.

વાલીઓ શાળામાં જમા ફીને માફ કરવાની માગ માટે હાઇકોર્ટમાં પહોંચ્યા હતા. આ તમામ અરજીઓ પર ૬ જાન્યુઆરીએ સુનાવણી થઇ હતી અને ગઈકાલે ચુકાદો આપવામાં આવ્યો હતો. વાસ્તવમાં ૨૦૨૦-૨૧માં કોરોના કાળમાં લોકાડઉન હતું. આ દરમિયાન તમામ શાળાઓ બંધ રહી હતી અને ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું હોવા છતાં સ્કૂલ પૂરી ફી વસુલી રહ્યાં હતાં. જેની વિરુદ્ધ માતા-પિતાએ હાઇકોર્ટમાં દાખલ કરી હતી. અરજી દાખલ કરી વાલીઓએ માંગ કરી હતી કે કોરોના મહામારીના કારણે શિક્ષણ ઓનલાઇન આપવામાં આવતું હતું તેથી શાળાઓમાં સુવિધાઓ તેમને મળી ન હતી. જેથી શિક્ષણ ફી સિવાયની કોઈ પણ ફી આપવા માટે તેઓ જવાબદાર નથી. કોર્ટમાં અરજકર્તાઓએ દલીલ હતી કે ૨૦૨૦-૨૧માં શાળાઓએ ટ્યૂશન સિવાય અન્ય સેવા આપી ન હોવાથી ટ્યુશન ફી સિવાય એક રૂપિયો પણ વધુ લેવો નફાખોરી શિક્ષણનું વ્યવસાયીકરણ સિવાય બીજું કંઈ પણ નહીં કહેવાય. આમ કોર્ટના ચૂકાદાને પગલે ઘણા વાલીઓને મોટી રાહત થઈ છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપત્નીની ઈચ્છા વિના સેક્સ કરવું દુષ્કર્મ છે? સવાલ પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું તે જાણો
Next articleસુપ્રીમ કોર્ટેનો ભાજપના નેતા અને પૂર્વ મંત્રી શાહનવાઝ હુસૈનને ઝટકો