Home મનોરંજન - Entertainment અલ્લુની ડિમાન્ડ સામે પ્રોડ્યુસર્સે ઝૂકવું પડ્યું

અલ્લુની ડિમાન્ડ સામે પ્રોડ્યુસર્સે ઝૂકવું પડ્યું

41
0

એક જ ફિલ્મની સફળતાથી રાતોરાત પાન ઈન્ડિયા સ્ટાર બનેલા સ્ટાઈલીશ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અત્યારે ફિલ્મ & ‘પુષ્પા:ધ રુલ’ નું શૂટિંગ કરી રહ્યો છે. અલ્લુની ‘પુષ્પા: ધ રાઈઝ’ એ દેશભરમાં ધૂમ મચાવી હતી અને ભારત ઉપરાંત વિશ્વભરમાં વાહવાહી લૂંટવામાં સફળ રહી હતી.

આ ફિલ્મના આગામી પાર્ટમાં પણ અલ્લુની સાથે રશ્મિકા મંદાના જોડી જમાવશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, અલ્લુએ આ ફિલ્મ માટે રૂપિયા 125 કરોડની ડિમાન્ડ કરી હતી અને પ્રોડ્યુસર્સે અલ્લુ અર્જુનની ડિમાન્ડ સામે ઝૂકવું પડ્યું છે. આ સાથે જ, ફિલ્મના ડિરેકટર સુકુમારને ફી પેટે 50 કરોડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જ્યારે, શાનદાર અભિનયથી ફિલ્મને ચાર ચાંદ લગાવનાર અભિનેત્રી રશ્મિકા મંદાનાને ફક્ત રૂપિયા 5 કરોડ જ ફી આપવામાં આવશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર અને એક્ટ્રેસ વચ્ચેના પેમેન્ટ ગેપ વિશે અનેકવાર ચર્ચા થઈ ચૂકી છે. અનેક ટેલન્ટેડ અભિનેત્રીઓ આ અંગે સ્ટેટમેન્ટ આપી ચૂકી છે પરંતુ વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા નજીકના ભવિષ્યમાં બદલાય તેમ લાગતું નથી.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોલીવુડ બિંદાસ્ત હીરોઈન ચિંત્રાંગદાના જન્મદિવસે જાણો રસપ્રદ વાતો
Next articleશું રોહિત શર્મા હોંગકોંગ સામે બનાવશે આ રેકોર્ડ!..