બાંગ્લાદેશમાંથી દેશનિકાલ કરાયેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ અને વચગાળાની સરકાર સામે મોરચો માડ્યો
(જી.એન.એસ) તા. 8
ઢાકા,
બાંગ્લાદેશમાંથી દેશનિકાલ કરાયેલા પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ અને વચગાળાની સરકાર સામે ફરી એકવાર પ્રહાર કર્યો છે. શેખ હસીનાએ યુનુસને ચોર અને બાંગ્લાદેશ સરકારને આતંકવાદીઓની સરકાર કહી છે.
સોશિયલ મીડિયા પર આવામી લીગના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતાં હસીનાએ કહ્યું હતું કે, ‘હું મરી નથી, એટલે કે હું ફરીથી પરત આવી રહી છું. અલ્લાહે લોકોને સંદેશ આપ્યો છે. પરત આવ્યા પછી વચગાળાની સરકાર અને તેમના લોકોને અદાલતથી જેલ સુધી ઘસડીને લઈ જઈશ.’
અવામી લીગના કાર્યકર્તાઓના એક સવાલના જવાબમાં હસીનાએ કહ્યું કે, ‘હું જીવતી છું અને જલ્દી બાંગ્લાદેશ પરત આવી રહી છું. તમે દરેક લોકો શાંતિ જાળવી રાખો. તમારી સાથે ન્યાય થશે. જે પણ લોકો તમને મારવા આવી રહ્યા છે, તેમને શોધી શોધીને અહીં લાવવામાં આવશે.’
વધુમાં હસીનાએ કહ્યું હતું કે, હું હતી ત્યાં સુધી બાંગ્લાદેશનો ખૂબ જ વિકાસ થયો હતો. લોકો દેશને એક વિકસિત રાષ્ટ્ર તરીકે જોતા હતા, પરંતુ યુનુસ અને તેમના લોકોએ તેને આતંકવાદીઓનો દેશ બનાવી દીધો છે. ત્યા રોજ મર્ડર થઈ રહ્યા છે, પરંતુ સરકારને કોઈનાથી મતલબ નથી.
હસીનાએ કહ્યું કે, ‘અલ્લાહ કે ઘર દેર હૈ, પર અંઘેર નહીં.’ આ દરમિયાન તેમણે અવામી લીગના કાર્યકરો પાસેથી બાંગ્લાદેશ વિશે પણ માહિતી લીધી હતી.
સોશિયલ મીડિયા પર અવામી લીગના કાર્યકર્તાઓના એક સવાલના જવાબમાં હસીનાએ કહ્યું કે, ‘હું જીવતી છું અને જલ્દી બાંગ્લાદેશ પરત આવી રહી છું. તમે દરેક લોકો શાંતિ જાળવી રાખો. તમારી સાથે ન્યાય થશે. જે પણ લોકો તમને મારવા આવી રહ્યા છે, તેમને શોધી શોધીને અહીં લાવવામાં આવશે.’
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.